Dailyhunt
સરકારી કર્મચારીઓ માટે ફિકસ પેન્શનની યોજના

સરકારી કર્મચારીઓ માટે ફિકસ પેન્શનની યોજના

આજકાલ 2 years ago

ર મહિને છેલ્લા પગારનો ૪૦ ટકા ભાગ પેન્શન તરીકે મળી શકે છે, ૧૦ ટકા યોગદાન કર્મચારીઓએ આપવું પડશે

જૂની પેન્શન સીસ્ટમની જેમ નેશનલ પેન્શન સીસ્ટમ એટલે કે એનપીએસમાં પણ કર્મચારીઓને ગેરેન્ટેડ પેન્શન આપવા માટે સરકાર હવે કવાયત કરી રહી છે થોડા સમયમાં એનપીએસમાં પણ ફેરફાર થઈ શકે છે જેમાં કર્મચારીઓએ પણ પોતાનું યોગદાન આપવું પડશે પહેલાની જેમ નોન-કાન્ટ્રીબ્યુટરી સીસ્ટમ ફરી નહીં આવે.

નાણા સચિવ ટીવી સોમનાથની અધ્યક્ષતા હેઠળની સમિતિ એનપીએસમાં પણ ગેરેન્ટેડ પેન્શન આપવાની ભલામણ કરી શકે છે પરંતુ કર્મચારીઓને પણ એનપીએસમાં યોગદાન આપવું પડશે જેના કારણે કેન્દ્ર સરકાર પર વધારે નાણાકીય બોજ ન વધે.
હાલમાં એનપીસીએસમાં સરકારનું ૧૪ ટકા યોગદાન છે જયારે કર્મચારીઓ તેના પગારમાંથી ૧૦ ટકા યોગદાન આપે છે જો નવી સીસ્ટમ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને દર મહિને પેન્શન તરીકે તેની છેલ્લી સેલેરીનો ૪૦ ટકા ભાગ મળી શકે છે પરંતુ તેમા પણ કર્મચારીઓએ ૧૦ ટકા યોગદાન આપવું જ પડશે.

જૂની પેન્શન સીસ્ટમ મુજબ કર્મચારીઓને તેના છેલ્લા પગારના ૫૦ ટકા ભાગનું પેન્શન દર મહિને આપવામાં આવતું હતું જયારે અનેપીએસમાં પેન્શન કર્મચારીએ આપેલા યોગદાનના આધારે મળે છે જેમાં છેલ્લા મહિનાના પગારના વધુમાં વધુ ૩૫ ટકા જ પેન્શન મળે છે તે પણ નિિત નથી. કારણ કે શેરબજારના ઉતાર-ચડાવની અસર પેન્શનની રકમ પર પડે છે. નવી પેન્શન યોજનામાં રિટાયર્ડમેન્ટ પર ૬૦ ટકા રકમ એકસાથે મળે છે. જયારે બીજી ૪૦ ટકા રકમથી એન્યુરી ખરીદવી પડે છે જેમાંથી પેન્શન મળે છે. પેન્શનની રકમ ટેકસેબલ છે જયારે ઓપીએસમાં ટેકસ ફ્રી છે.

જૂની પેન્શન સ્મિમાં મોંઘવારીને લીંક કરવામાં આવી હતી આથી દરેક સરકારી કર્મચારીને પેન્શનમાં મોંઘવારીના આધારે વાર્ષિક ૬થી ૮ ટકાનો વધારો મળે છે. હાલમાં રાજસ્થાન, છતીશગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં જૂની પેન્શન સીસ્ટમ લાગુ કરવામાં આવી છે જયારે અન્ય રાયંમાં કરવાની શકયતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati