
વોડાફોન આઈડિયાએ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ચૂકવણી કરવા માટે સરકાર પાસે ૧૫ વર્ષનો સમય માગ્યો છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીએ ટકી રહેવા માટે ટેકસ રિફંડ, લાઈસન્સ ફી અને સ્પેકટ્રમ યુસેજ ચાર્જ (એસયુસી)માં ઘટાડાની અને ટેરિફ માટે એક પાયાનો દર નકકી કરવાની માગણી કરી છે.
ટેલિકોમ વિભાગ, નાણા મંત્રાલય અને નીતિ આયોગને લખેલા પત્રમાં વોડા આઈડિયાએ જણાવ્યું કે તેનો બિઝનેસ ચાલુ રાખવા માટે સરકારની મદદની જરૂર છે. ૩૦ કરોડથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી વોડા આઈડિયાએ જણાવ્યું કે તેને ૮૦૦૦ કરોડનો જીએસટી રિફડં મળવો જોઈએ, આ રકમને એજીઆરની બાકી રકમ સામે એડજસ્ટ કરી શકાય. આ ઉપરાંત તેને એજીઆરની ચૂકવણી ૧૫ વર્ષ સુધી તબકકાવાર કરવાની છૂટ મળવી જોઈએ તથા શરૂઆતમાં ત્રણ વર્ષનો મોરેટોરિયમ મળવો જોઈએ.
ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન આવતીકાલે બેઠક યોજશે અને ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે કેટલાક પગલાં વિચારશે. આ બેઠક અગાઉ વોડા આઈડિયા આ પત્ર લખ્યો છે. ટેલિકોમ કંપનીએ ડોટના અંદાજ પ્રમાણે સરકારને રૂા.૫૭,૦૦૦ કરોડ ચૂકવવાના છે પરંતુ અત્યાર સુધીમાં તેણે માત્ર રૂા.૩,૫૦૦ કરોડની ચૂકવણી કરી છે. તેના પોતાના અંદાજ પ્રમાણે તેણે ટેલિકોમ વિભાગને રૂા.૨૩,૦૦૦ કરોડ ચૂકવવાના થાય છે જેમાંથી ૨૭,૦૦૦ કરોડ મુદ્દલ રકમ છે. નિષ્ણાતોના મતે વોડા આઈડિયા રૂા.૨૩,૦૦૦ કરોડ પણ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. વોડા આઈડિયાએ ચેતવણી આપી છે કે, તેને રાહત નહીં મળે તો તેનો બિઝનેસ બધં કરવો પડશે.
વોડાફોન આઈડિયાએ લખેલા પત્રમાં લાઈસન્સ ફી અને એસયુસીમાં પણ કાપ મુકવાની માગણી કરી છે. ટેલિકોમ કંપનીઓ તેમના એજીઆરની આઠ ટકા રકમ લાઈસન્સ ફી તરીકે ચૂકવે છે