
રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલ ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. આ ૯૮ કચેરીઓમાં માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઇ શકાશે.
સૂચના આપવામાં આવી
હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે સબરજીસ્ટ્રારોને કોવિડ - ૧૮ અંગેના સોશિયલ ડિસ્ટન્સીગ તેમજ સેનીટાઇઝેશન સહિતના તકેદારીના તમામ પગલા લેવા પણ સૂચના આપવામાં આવી છે. આ પૈકીના કોઇ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ કે કરફ્યુ જાહેર થયેથી જે તે કચેરી તુરંત જ બંધ કરવામાં આવશે એમ નાયબ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.