Gandhinagar News : ગાંધીનગરમાં મહાત્મા મંદિર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ડમ્પર અને એકટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોર્ટના કર્મચારીનું મોત નીપજ્યુ હતું.મૃતક ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં દિનેશ રાઠોડ નામના કર્મચારીનું મોત થયું હતું.