menu
સમભાવ ન્યૂઝરાષ્ટ્રીય

હવે મોદી સરકાર નવી નોકરીઓને આપશે પ્રાધાન્ય

20 September 2017, 10:38 am

ન્યુ દિલ્હીઃ વિપક્ષે નોકરીઓને લઇ ઊભી થતી મુશ્કેલીઓને લીધે મોદી સરકાર પર નિશાન સાધતાં હવે મોદી સરકાર આગળનાં કેટલાંક દિવસો સુધી હવે આ મુદ્દે જ કામ કરવાનું પીએમ મોદીએ નક્કી કર્યું છે. PMOએ દરેક મંત્રાલયોને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે હવે એવી જ યોજનાઓ સામે આવવી જોઇએ કે જેમાં નવો રોજગાર યુવા પેઢીઓને મળી રહે તેવી જ જાહેરાતો કરવામાં આવે.

કેબિનેટ સચિવે દરેક સચિવોને PMOનાં આ આદેશની જાણકારી પણ આપી દીધી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સંકેત આપી દીધો કે તે પોતે નોકરીની આ સમસ્યાને બહુ મોટો મુદ્દો બનાવશે. તેઓ રોજગારનાં મુદ્દાને લઇ મોદી સરકાર પર પ્રહાર કરવાનો કોઇ જ મોકો છોડશે નહીં.

Loading...

No Internet connection

Link Copied