menu
સમભાવ ન્યૂઝહોમ

મંત્રીમંડળે શપથ લીધા, જાણો કોને કયું ખાતું અપાઈ શકે છે? CM પાસે 12થી વધુ ખાતા રહેશે

26 December 2017, 1:35 am

આજે સચિવાલય ગ્રાઉન્ડમાં ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે. જેમાં રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે અને તેમના મંત્રીમંડળે મંત્રી તરીકે શપથ લઈ લીધા છે. જો કે તેમને કયા ખાતા અપાયા છે, તેનો ઉલ્લેખ હજુ સુધી સમારોહમાં કરવામાં આવ્યો નથી, પરંતુ તેમને નીચે પ્રમાણેના ખાતા સોંપાઈ શકે છે. મંત્રીઓના સંભવીત ખાતાઓનુ લીસ્ટ વીટીવી પર જાણો. મંત્રીમંડળમાં નવ નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે.

સીએમ વિજય રુપાણી પાસે 12થી વધુ ખાતા રહેશે. સામાન્ય વહીવટ વિભાગ, ઉધોગ, ગૃહ ખાતું, ખાણ ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ, કલાઇમેન્ટ ચેન્જ સહિતના વિભાગો વિજય રૂપાણી પાસે જ રહે તેવી શક્યતા છે.

Loading...

No Internet connection

Link Copied