Monday, 26 Nov, 7.01 am ANN News

હોમ
મહિને રૂ. 35નું રિચાર્જ નહિ કરો તો સિમકાર્ડ બંધ થવાની શક્યતા

ભારતમાં ટેલીકોમ કંપનીઓ વોડાફોન, આઈડીયા, ભારતીય એરટેલ જેવી ટોચની કંપનીઓ તેમના કેટલાક ગ્રાહકોના મોબાઈલ કનેક્શન બંધ કરવાની યોજના ઘડી રહી છે. જે લોકો આ કંપનીઓના નેટવર્ક પર મહિને રૂ. 35થી ઓછો ખર્ચ કરે છે તેમના કાર્ડ બંધ થઈ શકે છે. જો આમ થશે તો લગભગ 20 કરોડ જેટલા ટુજી ગ્રાહકોના મોબાઈલ કનેક્શન બંધ થશે. એરટેલ પાસે આવા 10 કરોડ અને વોડાફોન-આઈડીયા પાસે 15 કરોડ ગ્રાહકો છે. જો કે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે આ કંપનીઓએ રૂ. 35થી શરૂ થતાં પ્લાન બજારમાં રજૂ કર્યા છે. જે લોકો માત્ર ઇનકમિંગ ફોન માટે સીમકાર્ડ રાખે છે તેવા ગ્રાહકોની સેવા બંધ થઈ શકે છે. ટુજી ટેકનોલોજી આમ પણ હવે આઉટડેટેડ થઈ ગઈ છે. આથી પણ ટેલીકોમ કંપનીઓ આ દિશામાં વિચારી રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: A N N News Gujarati
Top