Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
૬૦ રાષ્ટ્રો પર ટેરિફના ટ્રમ્પના નિર્ણય  સામે અમેરિકાના ૨૫ રાજ્યો દ્વારા કેસ

૬૦ રાષ્ટ્રો પર ટેરિફના ટ્રમ્પના નિર્ણય સામે અમેરિકાના ૨૫ રાજ્યો દ્વારા કેસ

આજકાલ 6 days ago

રાન સાથે બાથ ભીડનારા ટ્રમ્પની તકલીફો બેવડાઈ છે. અગાઉ પણ અમેરિકામાં તેમના નવા ટેરિફ દર સામે અમુક રાજ્યો, સેનેટરોએ વાંધો ઉઠાવ્યો હતો,એ એ મામલો અદાલતમાં પણ પહોચ્યો હતો જેનું ફરી પુનરાવર્તન થયું છે.સોમવારે, 25 યુએસ રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્રના નવા ટેરિફ સામે દાવો દાખલ કર્યો. આ રાજ્યોએ ભારત સહિત 60 વેપાર ભાગીદાર દેશોથી આયાત પર લાદવામાં આવેલા નવા ટેરિફને પડકાર્યો છે.

તેમનો દાવો છે કે આ ટેરિફ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે રદ કરેલા આયાત કરને બદલવાનું બહાનું છે. ગયા મહિને, અમેરિકાએ 59 દેશો અને યુરોપિયન યુનિયન પર 10% કે તેથી વધુ ટેરિફ લાદ્યા હતા.અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે આ દેશોએ બળજબરીથી બનાવેલા માલની આયાત અટકાવવા માટે પૂરતા પગલાં લીધા નથી. સુપ્રીમ કોર્ટમાં હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા કામચલાઉ ટેરિફની મુદત પૂરી થઈ રહી હોવાથી આ નવા ટેરિફ અમલમાં આવ્યા. ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ, વહીવટીતંત્ર ફરી એકવાર ટેરિફના નવા રાઉન્ડ દ્વારા પરિવારો અને વ્યવસાયો પર ગેરકાયદેસર રીતે કર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પ દલીલ કરે છે કે ઊંચા ટેરિફ અમેરિકન ઉત્પાદનને વેગ આપશે. ગયા વર્ષે, તેમણે દાયકાઓ જૂની યુએસ નીતિને ઉલટાવી દીધી હતી જે નીચા ટેરિફ અને મુક્ત વેપારની તરફેણ કરતી હતી.૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કરીને, તેમણે લગભગ દરેક દેશની આયાત પર બે-અંકી ટેરિફ લાદ્યા. તેમણે દલીલ કરી હતી કે અમેરિકાની લાંબા સમયથી ચાલી આવતી વેપાર ખાધ રાષ્ટ્રીય કટોકટી સમાન છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati