આઈપીએલ 2021માટે ખેલાડીઓની હરાજી ચેન્નાઈમાં 18 ફેબ્રુઆરીનાં રોજ થશે. આઈપીએલ ગવર્નીંગ કાઉન્સિનાં ટ્વીટર હેન્ડલ ઉપર આ બાબતે માહિતી આપવામાં આવી છે. ચેન્નાઈ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે શરૂઆતી બે મેચની મેજબાની કરશે. બીજો ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ ખતમ થશે અને તેના પછીના દિવસે જ આઈપીએલનું ઓક્શન યોજાશે.
ઉલ્લેકનીય છે કે ખેલાડીઓને રીટન કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી જ્યારે ચાર ફેબ્રુઆરી સુધી ટ્રેન્ડીંગ વિન્ડો જારી રહેશે. ટીમમાંથી રીલીઝ કરાયેલા ખેલાડીઓમા ઓસ્ટ્રેલીયાનાં સ્ટીવ સ્મિથ (રાજસ્થાન રોયલ્સ) અને ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઈલેવન પંજાબ) જેવા દિગ્ગજ પણ સામેલ છે. આઈપીએલ 2021 ઓક્શન અત્યંત રસપ્રદ રહેવાની ચચર્ઓિ થઇ રહી છે કારણકે લગભગ તમામ ટીમોએ મોટા ખેલાડીઓને ઓક્શન પહેલા જ રીલીઝ કયર્િ છે.

