Thursday, 27 Feb, 9.20 am આજકાલ

હોમ
આજે દિલ્હી હિંસા મામલે હાઈકોર્ટ સુનાવણી, ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

દિલ્હી હિંસામાં મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. આજે દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દે ફરીથી સુનાવણી કરવાની છે. આજની સુનાવણીમાં ભડકાઉ ભાષણો કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા સંબંધિત અરજી પર પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે. મહત્વપૂર્ણ છે કે બુધવારે દિલ્હી હિંસાની સુનાવણી કરતા ન્યાયાધીશની બદલી કરવામાં આવી છે. હવે આ મામલે સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કરવામાં આવશે.

ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા અંગે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન પોલીસ હિંસાને કાબૂમાં કરવામાં નિષ્ફળ ગઈ તે બાબતે કોર્ટે તેમને જોરદાર ઠપકો આપ્યો હતો. કોર્ટે પોલીસને નોટિસ ફટકારીને આજે બપોર સુધીનો સમય આપ્યો હતો કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવા માટે. કોર્ટે પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયકને ભડકાઉ ભાષણના વીડિયો જોયા પછી કોર્ટમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો હતો. બાદમાં આ કેસની કાર્યવાહી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top