Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આટકોટ વિદ્યા વિહાર હાઈ સ્કૂલ. શીર્ષક સાથેસંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

આટકોટ વિદ્યા વિહાર હાઈ સ્કૂલ. શીર્ષક સાથેસંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

આજકાલ 1 week ago

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષા સંવર્ધન અને સંરક્ષણ તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ નું આયોજન વિદ્યાવિહાર હાઈસ્કૂલ આટકોટ ખાતે તારીખ 29/ 8 /2026 ને શનિવારના રોજ કરવામાં આવ્યું. જે અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા શાળાથી આટકોટ ગામમાં લઈ જવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતની કણિકાઓ, તેમજ મહાન ગ્રંથો જેવા કે રામાયણ, મહાભારત ભગવત ગીતા વગેરે પુસ્તકો હાથમાં લઇ સંસ્કૃત નો જય જય કાર કરતા કરતા ગૌરવ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.સાથે સાથે સંસ્કૃત સ્તોત્રગાન સ્પર્ધા, ગીતા શ્લોક કંઠસ્થીકરણ, સંસ્કૃત વક્તવ્ય,તેમજ સ્ફૂર્તિ પ્રશ્નોત્તરી (ક્વિઝ કોમ્પીટીશન )વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

આ તમામ સ્પર્ધાઓમાં ઉત્તમ દેખાવ કરનાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભગવદ ગીતા પુસ્તક તેમજ સંસ્કૃતના અન્ય પુસ્તકો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખાસ આ કાર્યક્રમમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ 10 માં બોર્ડની જાહેર પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરનાર જોધાણી કૌશલ તેમજ તેરૈયા વંશ બંનેને રોકડ પુરસ્કાર તેમજ સંસ્કૃત પુસ્તકો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.શાળાના આચાર્ય નીતાબેન બાલધાએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન આપ્યું તેમજ આયોજક સંસ્કૃત શિક્ષક હાર્દિકભાઈ પુરોહિત રહ્યા. જેમણે કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત માં કર્યું.સમગ્ર શાળા પરિવારે આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati