હવે કેન્દ્ર સરકાર અને એન.આર.આઈ વચ્ચે વિદેશની કમાણી અને ટેકસ બાબતે જોરદાર સંઘર્ષ શ થશે તેવા એંધાણ છે અને તેમાં અદાલતી જગં પણ થવાની શકયતા છે.
ટૂંક સમયમાં જ આવકવેરા ખાતા દ્રારા એન.આર.આઈ ને કેટલાક સવાલો કરવામાં આવશે અને વિદેશી સંપત્તિ કેવી રીતે વધી છે તેની વિગતો માગવામાં આવશે અને આવક જાવક ની વિગત લેવામાં આવશે.
શંકાસ્પદ એન.આર.આઈ પાસેથી ટેકસ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના ધ્યાન પર એવી વાત આવી છે કે બ્લેક મની એકટ ૨૦૧૫ પસાર થયા બાદ ઘણા બધા ભારતીયો બનાવટી વિદેશી ઇન્કમ માટે એન.આર.આઈ બની ગયા હતા. એમ કરીને એમણે ટેકસ ભરવાથી બચવાનો માર્ગ અપનાવ્યો હતો.
આવકવેરા દ્રારા આવા એન.આર.આઈ ની યાદી બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ એમને સવાલો કરવામાં આવશે નોટિસ પાઠવવામાં આવશે.
જે એન આર આઈ ને પ્રશ્નો કરવામાં આવશે તે બધાએ પોતાની સંપત્તિ અને આવક કેવી રીતે વધી ગયા છે તેની સંપૂર્ણ વિગત પૂરી પાડવી પડશે અને સાચી વિગતો આપવી પડશે નહીંતર એમની સામે કઠોર કાર્યવાહી થઈ શકે છે

