અમેરિકામાં કોરોના વાયરસ અને તેના ડેલા સ્વરૂપને લીધે ભયંકર હાલત થઈ ગઈ છે અને કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે.
સત્તાવાર અહેવાલોમાં જણાવ્યા મુજબ અમેરિકામાં એક જ દિવસમાં ૨૫૭૯ દર્દીનાં મોત થઈ જતાં હાહાકાર મચી ગયો છે.
એ જ રીતે બ્રાઝિલની હાલત પણ કોરોનાથી બગડી રહી છે અને અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૩૫ દર્દીનાં મોત થઈ ગયા છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
નવા કેસમાં પણ ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.
એ જ રીતે રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૩નાં મૃત્યુ થઈ ગયા છે અને રશિયામાં પણ નવા કેસમાં ભયંકર વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં જો કે, નવા કેસમાં ચિંતાજનક વધારો થયો નથી પરંતુ પ્રતિ દિવસ ૨ હજાર લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧ લાખ ૬૫ હજાર નવા કેસ નોંધાયા છે. જો કે, અમેરિકાના તંત્રવાહકોના જણાવ્યા મુજબ પાછલા દિવસોના દૈનિક કેસ કરતાં ઘટાડો છે.
અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ મૃત્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો દહેશતમાં છે.
નિષ્ણાત તબીબ ડો.ફાઉચીએ એમ કહ્યું છે કે, હોસ્પિટલોમાં હવે મોટાઓની સાથે બાળકો પણ ડેલ્ટા વેરિયન હાવી થઈ રહ્યો છે. બ્રાઝિલમાં પણ ડેલ્ટા વેરિયન્ટને લીધે કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને ૨૪ કલાકમાં ૯૩૫ લોકોનાં મોત થઈ જતાં સરકાર ધંધે લાગી ગઈ છે અને આરોગ્ય તંત્રને વધુ સક્રિય રહેવાની સૂચના અપાઈ છે.
અત્યારે બ્રાઝિલ નવા કેસની રોજની સંખ્યામાં વિશ્ર્વમાં ત્રીજા નંબરે છે. શનિવારે એક જ દિવસમાં દોઢ લાખથી વધુ નવા કેસ બહાર આવ્યા હતા અને હોસ્પિયલો હાઉસફુલ થઈ રહી છે. એ જ રીતે રશિયામાં પણ કોરોનાનો કહેર ચાલુ જ રહ્યો છે અને અહીં ૨૪ કલાકમાં ૭૯૩ લોકોનાં મોત થઈ ગયા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૧ હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે.
બ્રિટનમાં પણ એક દિવસમાં ૫૬ લાકાનાં મૃત્યુ થયા છે અને ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ નવા કેસ બહાર આવ્યા છે અહીં ડેલ્ટા વેરિયન્ટને લીધે નવા કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૪૬.૮ લાખ લોકોનાં મૃત્યુ થયા છે અને કુલ કેસની સંખ્યા હવે વધીને ૨૨.૮૧ કરોડ થઈ ગઈ છે.

