હોમ
બજેટ: પ્રધાનમંત્રી હેલ્થ ફંડની રચના થઈ શકે

કોરોના સામે લડવા માટે અને તમામ રાજ્યોને મદદ કરવા માટે નવા પ્રયોગો
દેશમાં કોરોના વાયરસ મહામારી ની સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોટાપાયે ખરીદી કરવામાં આવી છે અને આગળના સમયમાં પણ દરેક રાજ્યને મદદ કરવી પડશે માટે બજેટમાં કેટલાંક પગલાં જાહેર થશે અને તેમાં પ્રધાનમંત્રી આરોગ્ય ફંડની રચના પણ કરી શકે છે.
નાણા મંત્રાલયના સૂત્રોએ મીડિયાને એવી માહિતી આપી છે કે કોરોનાવાયરસ ની સામે લડવા માટે હજુ પણ કેન્દ્ર સરકારને વધુ નાણાકીય સ્ત્રોતો ની જરૂર છે ત્યારે પ્રધાનમંત્રી હેલ્થ ફંડ ની રચના કરી અને કેન્દ્ર સરકાર વધુ આવક મેળવી શકે છે અને પોતાના માટે નાણાકીય વ્યવસ્થા તેમજ રાજ્ય સરકારોને મદદ કરવા માટે પણ આ ફંડ વાપરી શકે છે.
કોરોનાવાયરસ મહામારીને પગલે લગભગ દરેક રાજ્યમાંથી એવી માંગણી ઉઠી રહી છે કે આ વખતે કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્ર પર વધુ જોર આપવું પડસે અને તેના માટે વધુ ખર્ચ કરવાનું રહેશે અને આ વખતે કેન્દ્ર સરકાર પાસેથી આરોગ્ય માટે વધુ ફાળવણીની અપેક્ષા રહેશે.
આ તમામ માગણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે એ જ રીતે બિઝનેસ સર્કલ તરફથી પણ અને નાણાકીય ક્ષેત્રના અને આર્થિક જગત ના નિષ્ણાંતો તરફથી પણ આ પ્રકારની સતત માંગણી આ વખતે કરવામાં આવી છે.
ત્યારે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી હેલ્થ ફંડની રચના બજેટમાં જાહેર કરી શકે છે અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બારામાં વડાપ્રધાન સાથે સરકારની મંત્રણા કરવામાં આવી છે. આ વખતના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે સૌથી વધુ ફાળવણી થઈ શકે છે અને તેના માટે આવકના સ્ત્રોતો પણ તૈયાર કરવાનો પડકાર નાણાં મંત્રી સમક્ષ રહેલો છે.