Dailyhunt
ભારત સ્ટેજ-૩ના જોખમી તબક્કા માટે તૈયાર

ભારત સ્ટેજ-૩ના જોખમી તબક્કા માટે તૈયાર

આજકાલ 6 years ago

આરોગ્ય મંત્રાલય અને આઈસી એમ.આર વ્યવસ્થામાં લાગી ગયા, સ્થાનિક સંક્રમણ અટકાવવા માસ્ટર પ્લાન

વિશ્વભરના મોટાભાગના દેશોમાં કોરોનાવાયરસ નો તરખાટ ચાલુ રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ભારતમાં લોક ડાઉન ના નિયમનું પાલન બરાબર થતું નથી માટે ભારત સ્ટેજ થ્રી ના જોખમી તબક્કા માટે તૈયાર છે તેમ આરોગ્ય મંત્રાલય અને આઈ સી એમ આર દ્રારા જણાવવામાં આવ્યું છે. દેશમાં કોરોનાવાયરસ લોકોની સંખ્યા ૮૪૩ પર પહોંચી ગઈ છે ત્યારે જોખમ વધી રહ્યું છે.


આરોગ્ય મંત્રાલય દ્રારા એવી જાહેરાત થઈ છે કે હજુ સુધી દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શ થયું નથી પરંતુ જે ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યા છે તેને જોતા ભારત સ્ટેજ થ્રી ના જોખમી તબક્કાનો પ્રતિકાર કરવા માટેની તૈયારીમાં લાગી ગયો છે.

દેશમાં કોરોના ગ્રસ્ત કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને ૮૪૩ પર પહોંચી ગઈ છે લગભગ દરેક રાયમાં રોજ કેસમાં વધારો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક સંક્રમણ નો ખતરો વધી રહ્યો છે અને તેની સામે પૂરેપૂરી અગાઉથી તૈયારી કરવાની તાતી જરિયાત છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તેમજ આરોગ્ય મંત્રાલયના વર્તુળો એ એમ કહ્યું છે કે સ્ટેજ થ્રી ના જોખમની સામે તત્રં દ્રારા અત્યારથી જ તૈયારી શ કરી દેવામાં આવી છે અને તેનો પ્રતિકાર કેવી રીતે કરવો તેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે અત્યારે દેશમાં ત્રીજા તબક્કામાં કોરોનાવાયરસ પ્રવેશ કર્યેા નથી પરંતુ જો સ્થિતિ કાબૂ બહાર જાય તો તેનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ સતા હોવી જરી છે અને દરેક પ્રકારની અરેન્જમેન્ટ કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર ૩૦,૦૦૦ જેટલા વેન્ટિલેટર એક-બે દિવસમાં ખરીદી લેશે અને બીજા વેન્ટિલેટર ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશના અલગ-અલગ રાયોમાં હોસ્પિટલોમાં બેડ વધારવા ની સૂચના અપાઇ ગઇ છે અને તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા ૮૪૩ ને પાર કરી ગઈ છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં કેસોમાં ઝડપી વધારો થવાનું જોખમ છે અને સારવાર માટે વધુ બેડ ની જર છે. કેન્દ્ર સરકારે લગભગ તમામ રાય સરકારોને મદદની ખાતરી આપી છે અને કોરોનાવાયરસ નો પ્રતિકાર કરવા માટે બને એટલી તાકાત કામે લગાડવાની સુચના આપવામાં આવી છે.

સ્થાનિક સંક્રમણો કોરોના વાઈરસને વધુ કાતિલ વધુ ઘાતક બનાવી શકે છે અને ઈટાલી અને સ્પેનમાં સ્થાનિક સંક્રમણમાં કેસમાં ઝડપી વધારો થયો હતો અને સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે ભારતે અગાઉથી જ સ્ટેજ થ્રીના જોખમ સામે તૈયારી શ કરી દીધી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati