
ચૂંટણી પ્રચાર સમયે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણીપંચએ મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથ સામે પગલા ભયર્િ છે. ચૂંટણીપંચએ કમલનાથનો સ્ટાર પ્રચારક તરીકેનો દરજ્જો છીનવી લીધો છે. કમલનાથે થોડા સમય અગાઉ શિવરાજ કેબિનેટના મંત્રી ઈમરતી દેવીને આઈટમ કહ્યા હતા.
આ અંગે કમલનાથ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો, પણ કમલનાથ દ્વારા આપવામાં આવેલા જવાબથી ચૂંટણીપંચને સંતોષ થયો ન હતો. ત્યારબાદ પંચે તેમની સામે પગલા ભયર્િ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે હવે જો કમલનાથ કોઈ પણ પ્રચાર કરે છે તો તેનો સંપૂર્ણ ખર્ચ તે ઉમેદવારે વહન કરવાનો રહેશે કે જેના માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કમલનાથે કહ્યું હતુ- નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે
આઈટમવાળા નિવેદન અંગે ચૂંટણી પંચ તરફથી મળેલી નોટિસના જવાબમાં કમલનાથે કહ્યું હતું કે તેમના નિવેદનને લઈ ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ ટ્વિટ કર્યું છે કે કમલનાથનો જવાબ શેર કરવામાં આવ્યો હતો. કમલનાથે લખ્યું હતું કે ભાજપ હારથી ડરી ગઈ હોવાથી મુદ્દાને બદલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કમલનાથે પોતાની 40 વર્ષની નિષ્કલંક લોકસેવાના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો હતો.
કમલનાથે મંત્રી ઈમરતી દેવીને આઈટમ કહ્યા હતા
18 ઓક્ટોબરના રોજ એક ચૂંટણી સભામાં ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે અમારા રાજે (કોંગ્રેસ ઉમેદવાર) તો સીધા-સાદા અને સરળ છે. તેમના જેવા નથી. હું શા માટે તેમનું નામ લઉ. એટલામાં લોકો બોલ્યા-ઈમરતી દેવી. આ અંગે હસીને કમલનાથે કહ્યું- તમે મારા કરતા વધારે તેમને ઓળખો છો. તમને લોકોને મારે અગાઉથી જ સાવધાન કરી દેવા જોઈતા હતા કે તે શુ આઈટમ છે.