Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

દેશમાં હવે પ્લાસ્ટિકની ચલણી નોટ આવશે

આજકાલ 4 months ago

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં પ્લાસ્ટિક નોટો રજૂ કરવાનું વિચારી રહી છે. પટના અને મુંબઈમાં સેન્ટ્રલ બેંકની તાજેતરની બોર્ડ મીટિંગમાં આ મુદ્દા પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરના વર્ષેામાં રોકડની માંગમાં વધારો, કાગળની નોટો છાપવાનો ખર્ચ અને તેમના ઝડપી બગાડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકો માટે પ્લાસ્ટિક નોટો માટે એક પાયલોટ પ્રોજેકટ ટૂંક સમયમાં શ થવાની અપેક્ષા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના વાર્ષિક અહેવાલના ડેટા દર્શાવે છે કે કાગળની નોટો છાપવા પર ૬,૩૭૨.૮ કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ પાછલા નાણાકીય વર્ષમાં ૫,૧૦૧.૪ કરોડ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. આ છાપકામ ખર્ચ મુખ્યત્વે નોટોની વધતી માંગને કારણે છે.
ફાટેલી અને ગંદી નોટોની ઝંઝટમાંથી મુકિત
આપણા હાથમાં આવતી નોટો ઘણીવાર ગંદી અથવા ફાટેલી હોય છે. આ ક્ષતિગ્રસ્ત નોટોનો નાશ કરવો એ પણ રીઝર્વ બેંક માટે એક મુખ્ય કાર્ય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં, ૨૩.૮ અબજ ક્ષતિગ્રસ્ત નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. આ આંકડો પાછલા વર્ષની ૨૧.૨૪ અબજ નોટો કરતા ૧૨.૩ ટકા વધારે છે. આમાં સૌથી મોટી સંખ્યા ૫૦૦ પિયાની નોટો હતી, ત્યારબાદ ૧૦૦ પિયાની નોટો હતી. દેશમાં ડિજિટલ ચુકવણીમાં વધારો થયો હોવા છતાં, રોકડનો ક્રેઝ ઓછો થયો નથી. ૧૫ મે સુધીમાં, કુલ ચલણમાં વાર્ષિક ધોરણે ૧૧.૫ ટકા વધીને ૪૨.૮૬ લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પ્લાસ્ટિક નોટોનું આયુષ્ય કાગળની નોટો કરતાં ઘણું લાંબુ હોવાથી, નવી નોટો છાપવાનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati