Monday, 17 Feb, 12.20 pm આજકાલ

હોમ
દેશની પહેલી ટ્રેન જેમાં શંકર ભગવાન માટે સિટ રિઝર્વ

શું તમે કયારેય ટ્રેનની અંદર મંદિર જોયું છે? જો તમારો જવાબ ના હોય તો હવે જોઈ શકશો. કાશી મહાકાલ એકસપ્રેસની એક સીટને મંદિરનું પ આપવામાં આવ્યું છે. જેમાં ભગવાન શિવની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. આ ટ્રેન વારાણસીથી ઈન્દોર વચ્ચે દોડશે. પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે તેને લીલી ઝંડી આપી હતી. જે કોચમાં મંદિર બનાવવામાં આવ્યું છે, તેની તસવીર પણ સામે આવી છે. મળેલી માહિતી પ્રમાણે, ટ્રેનના કોચ બી-ફાઈવના સીટ નંબર ૬૪ને શિવનું મંદિર બનાવાયું છે. આ ટ્રેન ૨૦ ફેબ્રુઆરીથી શ થશે.


કાશી મહાકાલ એકસપ્રેસ દેશની પહેલી એવી ટ્રેન છે જેનો દરેક કોચ સીસીટીવી કેમેરાથી સ છે. આઈઆરસીટીસીના ચીફ રીજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવે કહ્યું કે, કાશી મહાકાલ એકસપ્રેસના દરેક કોચમાં સુરક્ષા માટે છ-છ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. આઈઆરસીટીસીની પાસે એક મહિના કરતા વધારે સમય સુધીના સીસીટીવી ફુટેજ રહેશે. તેમણે જણાવ્યું કે, ટ્રેનના દરેક પેસેન્જરને ૧૦ લાખ પિયાનો ફ્રી વીમો આપવામા આવશે, જેનું કોઈ પણ પ્રીમિયમ તેમની પાસેથી લેવામાં નહીં આવે. ટ્રેનમાં આવનારાના સ્વાગત માટે શંકર ભગવાનના વેશમાં એક એટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહેશે.
તેમણે જણાવ્યું કે, ટિકિટ બૂકિંગની સુવિધા માટે સ્ટોપેજવાળા સ્ટેશનો પર રીઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવશે, યારે ટ્રેનની સાઈડ લોઅર બર્થેાના બે ભાગને એક સાઈડ સપોર્ટથી જોડવામાં આવશે. જેનાથી પેસેન્જરોને મુસાફરી દરમિયાન પીઠના દુખાવાની તકલીફ નહીં રહે. ટ્રેનની દરેક કેબિનમાં છ-છ ચાજિગ પોઈન્ટની સુવિધા પણ મળશે.

આ ટ્રેન ઉૈન, ઓમકારેશ્વર, મહેશ્વર, ઈન્દોર તેમજ ભોપાલ ફરવાની તક આપશે. આઈઆરસીટીસીએ આ ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જરો માટે કેટલાક પેકેજ પણ બનાવ્યા છે. જેમાંથી ઉૈન તેમજ ઈન્દોરથી આવનારાને વારાણસી, કાશી, અયોધ્યા તેમજ પ્રયાગરાજમાં ફરવાની તક મળશે. તો લખનઉ, પ્રયાગરાજ તેમજ વારાણસીથી ઉૈન જનારા માટે બીજું પેકેજ બનાવાયું છે.
ઉૈન-ઓમકારેશ્વર જનારા શ્રદ્ધાળુઓને ૨ રાત-૩ દિવસના ૯૪૨૦ પિયાના પેકેજમાં મહાકાલેશ્વર યોર્તિલિંગ મંદિર, કાલભૈરવ મંદિર, રામમંદિર ઘાટ, હરસિદ્ધિ મંદિર અને ઓમકારેશ્વર યોર્તિલિંગના દર્શન કરાવાશે. તો ૧૨,૪૫૦ પિયાના પેકેજમાં ૩ રાત તેમજ ૪ દિવસના પેકેજમાં ઉૈન-ઓમકારેશ્વર-મહેશ્વર-ઈન્દોરની યાત્રા કરાવાશે. જેમાં ઈન્દોર, મહેશ્વરમાં હોલ્કર કિલ્લા, નર્મદા ઘાટ તેમજ શિવ મંદિરને જોડવામાં આવશે.

ઉૈન અથવા ઈન્દોરથી આવતા પેસેન્જરોને ૬,૦૧૦ પિયામાં એક રાત તેમજ બે દિવસના પેકેજમાં વારાણસી ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, સંકટમોચન મંદિર તેમજ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીના દર્શન કરાવાશે. ૧૦,૦૫૦ પિયામાં પેસેન્જરોને ૨ રાત-૩ દિવસના પેકેજમાં વારણસી ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, સંકટ મોચન મંદિર અને દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી, સારનાથ, પ્રયાગમાં સંગમ તેમજ હનુમાનજીના દર્શન કરાવાશે.

આ સિવાય ઉૈન તેમજ ઈન્દોરથી આવતા પેસેન્જરોને ૧૪,૭૭૦ પિયામાં ૩ રાત-૪ દિવસના પેકેજમાં વારાણસીના ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, સંકટ મોચન મંદિર તેમજ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી, સારનાથ, અયોધ્યામાં શ્રીરામ મંદિર, હનુમાનગઢી, શૃંગવેરપુરની સાથે પ્રયાગમાં સંગમ તેમજ હનુમાનજીના દર્શન કરાવાશે.

કાશી મહાકાલ એકસપ્રેસમાં ભગવાન માટે સીટ રિઝર્વ કરીને તેને મંદિરનું પ અપાતા રાજનીતિ શ થઈ ગઈ છે. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકયું છે. તેમણે ટીટ કરીને પીએમ મોદીને ભારતીય બંધારણની યાદ અપાવી છે. તેમણે આ ટીટ દ્રારા ઈશારાથી જ ટ્રેનની એક સીટમાં શિવ મંદિર બનાવવા પર વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, ભારત એક સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશ છે. રેલવેનું આ પગલું બંધારણનું હૃદય ગણાતી આ પ્રસ્તાવનાની વિદ્ધમાં છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top