Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

આજકાલ 4 months ago

દેવભૂમિ દ્વારકા: જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા એરફોર્સની જમીન પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાખો રૂપિયાના લોખંડના સળિયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર કોઈ બહારના નહીં, પરંતુ એ જ કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની ભેજાબાજ ત્રિપુટી નીકળી છે.

આ તસ્કરોએ ચોરી માટે ટ્રેક્ટરની ટ્રોલીમાં સ્પેશિયલ 'ચોર ખાનું' બનાવ્યું હતું! પરંતુ જામ ખંભાળીયા પોલીસે કલાકોમાં જ આખી ગેંગને દબોચીને કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ગત ૧ જૂનના રોજ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ખંભાળીયાથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલી એરફોર્સની જમીન પર 'શ્રી ગુરૂમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ'ની સાઇટ પરથી અજાણ્યા તસ્કરો JSW TMT કંપનીના આશરે 25 હજાર કિલો લોખંડના સળિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની બજાર કિંમત 15 લાખ રૂપિયા થવા જતી હતી.

એરફોર્સ જગ્યાની સાઇટ પર થયેલી આ ચોરીની ગંભીરતાને જોઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા આદેશ આપ્યા હતા. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પી.આઈ. સી.આર. રાણા અને પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયાએ સર્વેલન્સ સ્ક્વોડની ખાસ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

​પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા અને કોન્સ્ટેબલ અરજણભાઈ આંબલીયાને એક સચોટ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. ​

જ્યાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ગુપ્ત 'ચોર ખાનું' બનાવીને સળિયાની હેરાફેરી કરી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ આ જ સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને તેમણે જ આ આખી ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

​​​​​​​રૂપિયા 15,00,000 ની કિંમતના 25,000 કિલો લોખંડના સળીયા

રૂપિયા 5,00,000 નું ટ્રેક્ટર અને ચોર ખાના વાળી ટ્રોલી

​રૂપિયા 100,500 ની કિંમતના ૩ મોબાઇલ ફોન

કુલ મળીને રૂપિયા 20,10,500 નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે.

પોલીસના સકંજામાં આવેલા આ ત્રણેય આરોપીઓ આ જ કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને ઘરભેગા થઈને જ ચોરીને અંજામ આપ્યો હતો.

પકડાયેલા આરોપીઓના નામ આ મુજબ છે:

1. સુનીલ સીયારામ શાહ (ઉંમર 45 વર્ષ, રહે. બિહાર)

2. નેમલકુમાર સુનીલ શાહ (ઉંમર 19 વર્ષ, રહે. બિહાર)

3. અમીત સુરેન્દ્ર શર્મા (ઉંમર 35 વર્ષ, રહે. હરીયાણા)

​​​​​​​જામ ખંભાળીયા પોલીસે ગુન્હો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 100 ટકા મુદ્દામાલ રિકવર કરીને અન્ય મુદામાલ સાથે આ તસ્કર ત્રીપુટી સામે વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati