ધારી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીગાસણ ગામે કૂવામાં મહાકાય અજગર જોવા મળતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી હતી. આ અંગે જાણ થતાં રમેશભાઈ કાતરીયાએ સ્થળ પર પહોંચી અજગરનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું...કૂવામાંથી મહાકાય અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન્યજીવ પ્રત્યેની સંવેદનશીલતા અને સાહસિક કામગીરીના કારણે અજગરના રેસ્ક્યૂની ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી....

