menu
આજકાલયુથ કોર્નર

ધો. 12 પછી આ ક્ષેત્રમાં ઉત્તમ કારર્કિદીની તક, વર્ષે કમાણી થશે 18 લાખથી વધુની

7 February 2020, 11:11 am

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય કે યુવાનો પોતાની કારર્કિદી માટે ઉત્તમ વિકલ્પ કયો છે તેના પર વિચાર કરવા લાગે છે. વર્તમાન સમયમાં યુવક અને યુવતી બંને પોતાના કરિયરને લઈ ગંભીર બની રહ્યા છે. પરીક્ષામાં સારી ટકાવારી ત્યારબાદ સારો અભ્યાસક્રમ પસંદ કરવો અને ત્યાર પછી નોકરીની ઉત્તમ તક મળવી તેના માટે વિદ્યાર્થીઓ પહેલાથી જ પ્લાન કરવા લાગે છે.

આવા ઉત્સાહી યુવાધન માટે ફૂડ સાયન્સ ટેકનોલોજી ઉત્તમ ક્ષેત્ર સાબિત થઈ શકે છે. આ સેક્ટરમાં હાલ કારર્કિદી બનાવવાની ઉત્તમ તક મળે છે. ઝડપથી વિકસી રહેલા આ ક્ષેત્રમાં યુવાનો માટે અઢળક વિકલ્પ છે.

ખાદ્ય ઉત્પાદનો બનાવતી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટને હેલ્ધી કેવી રીતે બનાવવી તેના માટે નિષ્ણાંતોને નોકરીએ રાખે છે.

Loading...

No Internet connection

Link Copied