Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે ગોઝારો  અકસ્માત: દાદી અને માસુમ પૌત્રનું મોત

ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે ગોઝારો અકસ્માત: દાદી અને માસુમ પૌત્રનું મોત

આજકાલ 1 week ago
ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં દાદી અને એક વર્ષના માસૂમ પૌત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. માતા- પુત્ર બંન્ને કામ શોધવા માટે નીકળ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આવી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં સુમીબેન રાજુભાઈ તથા તેમના એક વર્ષીય પૌત્ર

પ્રિન્સ રાકેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં રાકેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે શોકની લાગણી સાથે માર્ગ સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati