Monday, 17 Feb, 12.30 pm આજકાલ

બિઝનેસ
ડી-માર્ટના રાધાકૃષ્ણ દમાણી બન્યા અંબાણી પછીના બીજા સૌથી ધનિક વ્યક્તિ

રાધાકૃષ્ણ દમાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ડી-માર્ટ રિટેલ ચેન ચલાવનારી કંપનીના સ્થાપક દમાણીની સંપત્તિ લગભગ 17.5 અરબ ડોલર થઈ છે. શિવ નાદર, ગૌતમ અદાણી જેવા દિગ્ગજોને પાછળ રાખી અને રાધાકૃષ્ણ દમાણી બીજાક્રમના સૌથી ધનિક વ્યક્તિ બની ચુક્યા છે.

સ્ટોક માર્કેટના દિગ્ગજ અને ડી-માર્ટ રિટેલ ચેન ચલાવનારી કંપની એવન્યુ સુપરમાર્કેટના સ્થાપક, રાધાકૃષ્ણ દમાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલીનરીઝ ઈન્ડેક્સ અનુસાર ગયા અઠવાડિયે એવન્યુ સુપરમાર્કેટનો શેર 5 ટકા વધ્યો હતો. જેના કારણે દમાણીની નેટવર્થમાં વધારો થયો. શનિવારે દમાણીની કુલ સંપત્તિ 17.8 પર પહોંચી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top