Friday, 13 Mar, 9.20 am આજકાલ

હોમ
દિલ્હીમાં સ્કુલ, કોલેજ અને મલ્ટીપ્લેક્ષ સહિત રાષ્ટ્રપતિ ભવન આજથી બંધ

કોરોના વાયરસના કેસ ભારતમાં પણ વધી રહ્યા છે તેવામાં સરકાર લોકોની સલામતી માટે મહત્વના પગલા ભરી રહી છે. સુરક્ષાના ભાગરુપે લોકોને સાવચેતી રાખવા સુચન કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય તે માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

જેમાં આજથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ભવન બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 31 માર્ચ સુધીમાં તમામ થિયેટરો અને મલ્ટીપ્લેક્સને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ રાખવા આદેશ કરાયો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top