Monday, 17 Feb, 12.20 pm આજકાલ

હોમ
દોષિતોની ફાંસી પર આજે થશે સુનાવણી, નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ થવાની શકયતા

પટિયાલા હાઉસ કોર્ટ રાય અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર આાજે ફરી સુનાવણી કરશે. કોર્ટમાં દોષિતોની વિદ્ધ નવેસરથી ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરવામાં આવી છે. દોષી પવનને કોર્ટ તરફથી ફાળવવામાં આવેલા નવા વકીલ પહેલીવાર મામલામાં પવનનો પક્ષ રજૂ કરશે. તિહાડ જેલ પ્રશાસન અને નિર્ભયાના માતા-પિતા ચારેય દોષિતોને વહેલી તકે ફાંસી આપવા માટે નવા ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરશે.


એડિશનલ સત્ર ન્યાયાધીશ ધમેન્દ્ર રાણા તિહાડ અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર સુનાવણી કરશે. અગાઉની સુનાવણીમાં કોર્ટે દોષી પવનના કેસને રજૂ કરવા માટે સરકારી વકીલ રવિ કાજીને નિયુકત કર્યા. આ પહેલા અગાઉના વકીલ એ.પી. સિંહ કોર્ટમાં પવન તરફથી રજૂઆત કરતાં હતાં. સોમવારે રવિ કાજી પહેલીવાર દોષી પવન તરફથી પોતાની દલીલો રજૂ કરશે અને એવું પણ જણાવ્યું કે શું પવનની તરફથી કયૂરેટિવ કે દયા અરજી કરવામાં આવી કે નહીં. બીજી તરફ નિર્ભયા પક્ષના વકીલ દોષિતોની ફાંસી માટે નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરશે.

નોંધનીય છે કે, હાલ નિર્ભયાના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષયના તમામ કાયદાકિય વિકલ્પ ખતમ થઈ ચૂકયા છે. પરંતુ ચોથા આરોપી પવનની પાસે હજુ પણ કયૂરેટિવ અને દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. જોકે ૫ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે દોષિતોને તમામ કાયદાકિય વિકલ્પોના ઉપયોગનું અલ્ટીમેટમ આપી દીધું હતું પરંતુ આ અવધિની વચ્ચે દોષી પવન તરફથી કોઈ અરજી દાખલ નથી કરવામાં આવી.

મૂળે, અગાઉની સુનાવણીમાં દોષી પવનના પિતાએ કોઈ પણ કાયદાકિય ઉપચારનો પ્રયોગ કરવાનો ઇન્કાર કર્યેા હતો. જો પવન તરફથી ખરેખર કયૂરેટિવ કે દયા અરજી દાખલ નથી કરવામાં આવતી તો કોર્ટ નિયમો હેઠળ ચારેય દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ કરી શકે છે. એવો નિયમ છે કે જો કોઈ દોષીની કોઈ અરજી પેન્ડિંગ નથી તો ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવામાં આવી શકે છે. જોકે દોષી પવનની પાસે હજુ પણ કયૂરેટિવ અને દયા અરજીનો વિકલ્પ ઉપલબ્ધ છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top