Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દ્વારકા: કલ્યાણપુર વિસ્તારમાં ૨૬૦ ટન રેતી ચોરી કરી સંગ્રહ કરનારની અટક

દ્વારકા: કલ્યાણપુર વિસ્તારમાં ૨૬૦ ટન રેતી ચોરી કરી સંગ્રહ કરનારની અટક

આજકાલ 1 week ago

દ્વારકા: કલ્યાણપુર વિસ્તારમાં ૨૬૦ ટન રેતી ચોરી કરી સંગ્રહ કરનારની અટકરાવલની ટીમ દ્વારા જથ્થો પકડી દ્વારકા ખાણ ખનીજને સોપી આપ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે મુક્ત વાતાવરણમાં આમ જનતાને કાયદારૂપી કવચમાં શાંતિનો વિશ્વાસ કાયમ રહે તે સારૂ સતત પ્રયત્નશીલ નિર્લિપ્ત રાય, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા જયરાજસિંહ વાળા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સુચના તથા માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસાતારમાંથી ખનીજ ખનન અને ખનીજ ચોરી અટકાવવા તથા ખનીજ ચોરીના ગુન્હા શોધી ગુન્હો આચરનાર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સાગર રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક, દ્વારકા વિભાગ, દ્વારકાનું સુપરવીઝન તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એન.હાથલીયા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ રાવલ આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેકટર યુ.બી.અખેડની રાહબરી હેઠળ જરૂરી કાર્યવાહી કરી નીચે મુજબની વિગતે રેતીની ચોરી પકડી પાડેલ છે.

​​​​​​​
ગઈ કાલ તારીખ ૩૦/૦૮/૨૦૨૬ના કલાક,૨૩/૦૦ વાગ્યાથી ખાનગી વાહનમાં રાવલ આઉટ પોસ્ટની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નેભાભાઈ એ.બારડ, પોલીસ હેડ કોન્સ.ને તેમના બાતમીદારો મારફતે ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે, ગોરાણા ગામની વાડી વિસ્તારમાં વતું નદીમાંથી ખનીજ ચોરી કરી અને પોતાની ખેતીની જમીનમાં ખાલી કરીને સંગ્રહ કરે છે તેવી ચોક્કસ હકિક્ત મળતા હકિક્ત વાળી જગ્યાએ રેઈડ કરતા ગુજુભાઈ હમીરભાઈ ગોરાણીયા, રહે ગોરાણા ગામ વાડી વિસ્તાર, તા કલ્યાણપુર વાળો કુલ-૦૭ મજુરો ટ્રકટર-ટ્રોલી સાથે ગેર કાયદેસર રીતે વર્તુ નદીમાંથી રેતીની ચોરી કરીને જમીનમાં સંગ્રહ કરતા હોય જેથી તેણે સંગ્રહ કરેલ આશરે ૬૫-જેટલા ટ્રકટરના ફેરા (આશરે ૨૬૦ ટન) આશરે ૧૦.૪૦૦૦નો જથ્થો પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગ, દેવભૂમિ દ્વારકાનાઓને સોંપી આપેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati