આજકાલ
આજકાલ

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂરી નહીં, કોઈપણ નાગરિક પાસ વિના જઈ શકશે : નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂરી નહીં, કોઈપણ નાગરિક પાસ વિના જઈ શકશે : નાયમ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
  • 924d
  • 207 shares

રાજ્યમાં લોકડાઉનની છૂટછાટનો આજે પહેલો જ દિવસ છે તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુ એક મહત્વની જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે લોકોએ પાસ લેવાની જરૂર નથી. કોઈપણ નાગરિક પાસ વિના અન્ય જિલ્લાઓમાં જઈ શકશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ છૂટ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જવા માટે નહીં મળે.

આ તકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ નેતા અમિત ચાવડાને જવાબ પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અત્યારે જનતાની કુસેવા કરે છે, લોકો કોંગ્રેસના રાજકારણને સમજે છે અને વાત જો વેન્ટિલેટરની છે તો નવા વેન્ટિલેટર ખરીદવા સરકારે પ્રયાસ કર્યા છે.

No Internet connection

Link Copied