એક વ્યકિતના પ્લાઝમાંથી 3 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઇ શકે છે, જાણો શું છે આ પ્લાઝમા થેરાપી
ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે ત્યારે મોડે મોડે ગુજરાત સરકારે પ્લાઝમા થેરાપીનો અમલ કરવાનો શરૂ કર્યેા છે. આ અગાઉ દેશમાં કેરાલા અને મહારાષ્ટ્ર્ર સરકારે તેનો અમલ શરૂ કર્યેા હતો અને ઇચ્છિત પરિણામ મળ્યા હતા. આ થેરાપીના પ્રયોગથી અમેરિકામાં પણ દર્દીઓ સાજા થયાં છે. ગુજરાતમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ ઉપર પહેલો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી સામે લડાઇમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો અને ડોકટરો ઉપાય શોધી રહ્યાં છે. કોરોના વાયરસગ્રસ્ત વ્યકિતની સારવાર માટે ભારતમાં આઇસીએમઆર એ પ્લાઝમા થેરાપી શ કરવાની મંજૂરી આપી છે. સારવાર માટેની આ જાણીતી પદ્ધતિમાં નવા દર્દીઓના રકતમાં ઠીક થયેલા દર્દીઓનું રકત મેળવીને તેમનામાં રોગ પ્રતિકારક શકિત વધારીને બિમારી સામે લડવા માટે એન્ટી બોડી તૈયાર કરવામાં આવે છે.
Loading...