Thursday, 29 Jul, 10.31 am આજકાલ

હોમ
ગુજરાતની સરકારી સ્કૂલોમાં નબળો ગુણોત્સવ એ-પ્લસ ગ્રેડમાં માત્ર ૧૪ સ્કૂલો આવી છે

૨૦૧૮ના વર્ષમાં આ ગ્રેડમાં ૩૨૦૭ સ્કૂલો આવી હતી, કોરોના સંક્રમણ પહેલાં થયેલા મૂલ્યાંકનમાં સરકારી સ્કૂલોને અલગ અલગ ગ્રેડ અપાયા છે

ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં ઉંચો ગ્રેડ પ્રા કરનારી સ્કૂલોની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ગુણોત્સવના પરિણામોથી જાણવા મળ્યું છે કે સરકારી ૩૦૬૮૧ સ્કૂલો પૈકી માત્ર ૧૪ સ્કૂલોએ એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે જે સ્કોર ૨૦૧૮માં ૩૨૦૭ સ્કૂલોએ બનાવ્યો હતો.


ગુજરાતના શિક્ષણ વિભાગના એક આંકલન પ્રમાણે એ ગ્રેડનો સ્કોર મેળવતી સ્કૂલોની સંખ્યા પણ ૨૨૪૩૭થી ઘટીને ૨૨૮૨ થઇ છે. જો કે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી કહે છે કે કોરોના સંક્રમણના કારણે સ્કૂલોના મૂલ્યાંકનમાં કોઇ ફેર પડો નથી, કારણ કે આ સ્કૂલોનું મૂલ્યાંકન શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧ના કેટલાક સમયમાં કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૦૦૯માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી સ્કૂલોની સુધારણા માટે ગુણોત્સવની કવાયત શ કરી હતી જેને ૨૦૧૯માં સંશોધિત કરવામાં આવી હતી. એટલે કે પહેલાં મૂલ્યાંકનમાં ૬૦ ટકા વજન આપવામાં આવતું હતું પરંતુ હવે ૮૦ ટકા વજન આપવામાં આવે છે. જેનું કારણ એવું હતું કે સરકારી સ્કૂલોમાં વિધાર્થીઓને અભ્યાસ કરાવવાની પદ્ધતિ સાથે તેમના ઘડતરની સાચી દિશા પ્રા થઇ શકે.

ગુણોત્સવની કામગીરીમાં રાય સરકારના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ દર વર્ષે જોડાતા હોય છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના સંક્રમણના કારણે આ મૂલ્યાંકન બધં કરી દેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમ્યાન શિક્ષણ પણ ઓનલાઇન થઇ ગયું છે તેથી સરકારી સ્કૂલોમાં વિધાર્થીઓની ફિજીકલ હાજરી જોવા મળતી ન હતી.
છેલ્લો ગુણોત્સવ થયો ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ ન હતું અને મહામારી પહેલાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગુણોત્સવમાં એ પ્લસ ગ્રેડમાં સ્કૂલને ૧૦૦-૮૫ ટકા, એ ગ્રેડમાં સ્કૂલને ૮૫-૭૫ ટકા, બી ગ્રેડમાં સ્કૂલને ૭૫-૫૦ ટકા, સી ગ્રેડમાં સ્કૂલને ૫૦-૨૫ ટકા અને સૌથી ઓછા ડી ગ્રેડમાં સ્કૂલને ૨૫-૦ ટકા આપવામાં આવે છે.

રાજ્યના ૩૩ જિલ્લા અને ચાર મ્યુનિસિપલ કોર્પેારેશન કે યાં સરકારી સ્કૂલોને એવરેજ ૫૭.૮ ટકા પ્રા થયાં છે. આ સ્થિત દર્શાવે છે કે ૭૫ ટકાથી વધુ સ્કૂલોમાં કોઇ ઉપચારાત્મક શિક્ષણ લાગુ કરવામાં આવ્યું નથી. મોટાભાગની સ્કૂલોના મૂલ્યાંકનમાં ભારે ગિરાવટ આવી છે. ટોપ ત્રણ જિલ્લા પૈકી વલસાડમાં ૬૭ ટકા, દેવભૂમિ દ્રારકામાં ૬૬.૮ ટકા અને બોટાદમાં ૬૬.૭ ટકા સ્કોર રહ્યો છે.

રાજ્યના ૧૪ જિલ્લા અને એક મ્યુનિસિપલ કોર્પેારેશનમાં મૂલ્યાંકનનો સ્કોર ૫૭.૮ ટકાથી નીચો રહ્યો છે જેમાં નર્મદા, તાપી, સુરત, કચ્છ, વડોદરા, ભચ, જામનગર, ડાંગ, મહીસાગર, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, આણદં અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં યારે પ્રથમવખત ગુણોત્સવ થયો હતો ત્યારે ૨૦૦૯માં એ પ્લસ ગ્રેડવાળી સ્કૂલોની સંખ્યા પાંચ હતી જે ૨૦૧૮માં વધીને ૩૧૦૭ થઇ હતી. જો કે હવેથી માપદંડમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ગુણોત્સવમાં ૮૦ ટકાનું વેઇટેજ આપવામાં આવે છે જેમાં ૫૪ ટકા યુનિટ ટેસ્ટ અને સેમિસ્ટર ટેસ્ટ, ૨૬ ટકા હાજરી અને સ્કૂલ મેનેજમેન્ટ, ૨૦ ટકા ઇતર પ્રવૃત્તિ અને આઠ ટકા રિસોર્સિસ અને તેના ઉપયોગને મળે છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top