Dailyhunt
હવામાન ખતમ કરશે કોરોનાને

હવામાન ખતમ કરશે કોરોનાને

આજકાલ 5 years ago

જેમ જેમ સૂરજ તપશે તેમ તેમ કોરોનાની ગરમી ઉતરશે: એમઆઈટીનો અભ્યાસ

કોરોના વાયરસને કારણે આજે આખી દુનિયા હેરાન-પરેશાન થઈ ગઈ છે. દુનિયાના સંપન્ન દેશોમાં દરરોજ કોરોનાના કેસ અને મોતના આંકડાઓ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે એક વૈજ્ઞાનિક અભ્યાસે રાહત આપતાં એક સમાચાર જાહેર કર્યા છે. એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે જો ગરમી વધશે તો કોરોનાના કહેરમાં ઘટાડો થઈ શકે છે.


કોરોનાના ઝેરીલા વાયરસથી બચવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ કોશિશોથી આગળ એક આશા હવામાન છે. દુનિયાની મોટી મોટી યુનિવર્સિટી અને સંસ્થાનો દ્રારા એવો રિપોર્ટ આવી રહ્યો છે કે ઠંડી જશે, હવામાન બદલાશે, ગરમી વધશે એટલે કોરોનાની ગરમી ઉતરશે અને તે ખતમ થઈ જશે.

આમ પણ ભારતમાં અત્યારે પારો થોડો નીચે છે પરંતુ જેમ જેમ સૂરજ તપવાનું ચાલું કરશે તેમ તેમ કોરોના મુઠ્ઠીઓ વાળશે. આ આશા દુનિયાના જાણીતા ઈન્સ્ટીટયુટ એમઆઈટીએ જગાવી છે.
આ ઈન્સ્ટીટયુટના એક તાજા અભ્યાસ અનુસાર હવામાન જો ગરમ અને નરમાશ ભયુ રહેશે તો તેનાથી કોરોના વાયરસના ફેલાવાની આશંકા ઘટી જશે. જે દેશોમાં તાપમાનનો પારો ૩થી ૧૭ ડિગ્રીની વચ્ચે રહ્યો અને ભેજ ૪થી ૯ ગ્રામ પ્રતિ કયુબિક મીટર રહ્યો ત્યાં કોરોનાના કેસ ૯૦ ટકાથી વધુ નોંધાયા છે. યારે જે દેશોમાં ૧૮ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે ત્યાં કેસની સંખ્યા છ ટકાએ રહી છે. આ રિપોર્ટ કમ સે કમ ભારત માટે તો અત્યતં સારો રહેશે કેમ કે ભારતનું તાપમાન અન્ય દેશોની સરખામણીએ ઘણું ગરમ રહે છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati