Thursday, 22 Oct, 8.50 am આજકાલ

હોમ
હવે મહારાષ્ટ્રમાં તપાસ નહીં કરી શકે CBI, ઉદ્ધવ સરકારે લગાવી રોક, જાણો કારણ

ઉદ્ધવ ઠાકરે સરકારે બુધવારે મહારાષ્ટ્રના કોઈપણ કેસમાં સીબીઆઈ તપાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીને અપાયેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે. હવે સીબીઆઈને રાજ્યના કોઈપણ કેસની તપાસ માટે પહેલા મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લેવી પડશે. અગાઉ રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોએ આ પ્રકારનો નિર્ણય લીધો હતો.


અધિકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની અસર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસને થશે નહીં. કારણ એ છે કે સુશાંત કેસમાં તપાસ સુપ્રીમ કોર્ટના આદેશથી થઈ રહી છે. આ કિસ્સામાં સીબીઆઈને રાજ્ય સરકારની પરવાનગીની જરૂર નથી. યુપી પોલીસે ટીઆરપી કૌભાંડ કેસમાં એફઆઈઆર નોંધાવ્યાના એક દિવસ પછી બુધવારે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. યુપી સરકારે આ કેસ સીબીઆઈને સોંપ્યો છે.

ટીઆરપી કૌભાંડની તપાસને મહારાષ્ટ્ર સરકારે સીબીઆઈની દખલ તરીકે જોયું છે. ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં ટીઆરપી કૌભાંડ અંગે રિપબ્લિક ટીવી વિરુદ્ધ તપાસ શરૂ થયા બાદ ઘણા વિવાદ સર્જાયા છે. મુંબઈ પોલીસે ટીઆરપી કૌભાંડમાં સામેલ ત્રણ ચેનલોમાં રિપબ્લિક ટીવીનું નામ પણ લીધું હતું.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top