Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈરાને અમારી બધી શરતો માની લીધી હવે ડીલ નજીક જ: ટ્રમ્પનો નવો દાવો

ઈરાને અમારી બધી શરતો માની લીધી હવે ડીલ નજીક જ: ટ્રમ્પનો નવો દાવો

આજકાલ 3 months ago

રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યેા છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન તેમની લગભગ બધી શરતો સાથે સંમત થઈ ગયું છે. એક મુલાકાતમાં, તેમણે સ્પષ્ટ્ર કયુ કે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને ઈરાને અમેરિકાની બધી માંગણીઓ સ્વીકારી લીધી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધને સંપૂર્ણપણે સમા કરવાના પ્રયાસો હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે.ટ્રમ્પે વાટાઘાટો સાથે તાજેતરની લશ્કરી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યેા.

તેમણે દાવો કર્યેા હતો કે ઈરાન લશ્કરી રીતે નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે, ફકત થોડી મિસાઈલો બાકી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તાજેતરના દિવસોમાં અમેરિકાએ ઈરાન સામે ઘણી વખત બદલો લીધો છે. તેમણે કહ્યું હતું કે ડ્રોનથી જહાજને નિશાન બનાવવાના પ્રયાસ બાદ યુએસ સેનાએ વારંવાર હત્પમલા કર્યા હતા.આ નિવેદન કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે દિવસની પરોક્ષ વાટાઘાટો વચ્ચે આવ્યું છે. બંને દેશોના પ્રતિનિધિઓએ સામસામે વાત કરી ન હતી, પરંતુ કતાર અને પાકિસ્તાનમાં મધ્યસ્થી દ્રારા તેમના સંદેશા પહોંચાડા હતા. રોઇટર્સના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિક અને ઈરાનના સ્થિર ભંડોળના મુકિત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, સ્થાયી શાંતિ અંગે કોઈ મોટો કરાર થયો નથી.
વોશિંગ્ટનમાં, ટ્રમ્પે દાવો કર્યેા હતો કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા તરફ સારી પ્રગતિ થઈ રહી છે, અને વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી
રહી છે. રોઇટર્સના સૂત્રો કહે છે કે દોહામાં તાજેતરની બેઠકમાં પરમાણુ મુદ્દા પર ચર્ચા થઈ ન હતી, કારણ કે વાટાઘાટો ફકત તકનીકી બાબતો પર કેન્દ્રિત હતી. યુએસ ઉપરાષ્ટ્ર્રપતિ જે.ડી. વાન્સે પણ સ્પષ્ટ્રતા કરી હતી કે પરમાણુ કાર્યક્રમ પર વિગતવાર ચર્ચા આગામી રાઉન્ડમાં થશે.
કતારના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વાતચીતનો આગામી રાઉન્ડ ઈરાનમાં ચાલી રહેલા અંતિમ સંસ્કાર સમારોહ પછી થશે. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે જૂનમાં થયેલા વચગાળાના કરાર પછી વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે, અને તાજેતરના રાઉન્ડમાં કેટલાક મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. બંને પક્ષો હવે આગામી બેઠકમાં બાકીના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati