Dailyhunt
ઈટાલીમાં ૨૪ કલાકમાં ૧૦૦૦ના મોત

ઈટાલીમાં ૨૪ કલાકમાં ૧૦૦૦ના મોત

આજકાલ 5 years ago

દુનિયાભરમાં મૃત્યુનો આંકડો ૨૭૩૫૯, સ્પેનમાં ૨૪ કલાકમાં ૭૭૩ના મોત, વિશ્વમાં કેસની સંખ્યા છ લાખની નજીક

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના આક્રમણમાં મૃત્યુ ની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને ઈટાલીમાં એક જ દિવસમાં એક હજાર દર્દીઓ ના મૃત્યુ થઈ ગયા છે. એ જ રીતે સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૭૩ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં મૃત્યુનો આંકડો ૨૭૩૫૯ પર પહોંચી ગયો છે અને વિશ્વમાં કુલ કેસની સંખ્યા છ લાખની નજીક પહોંચી રહી છે. યુરોપમાં ઈટાલી સ્પેન અને ફ્રાંસના સૌથી વધુ કોરોના ગ્રસ્ત દેશ બની ગયા છે અને ત્યાં મોતનો આંકડો ચોંકાવનારો છે.


આ ત્રણેય દેશોમાં અત્યાર સુધી મળીને કુલ૧૬૨૬૭ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે.

સ્પેનમાં સરકારે મહામારીનો મુકાબલો કરવા માટે સેના ને સડકો પર ઉતારી દીધી છે અને અહીં દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ફ્રાન્સની હાલત પણ ખરાબ છે અને ત્યાં એક દિવસમાં ત્રણસો લોકોએ જાન ગુમાવ્યા છે અહીં સરકારે ૧૫ દિવસનો લોક ડાઉન વધારી દીધો છે અને હવે ૧૫ એપ્રિલ સુધી ફ્રાન્સ બધં રહેશે.

તુર્કીએ આંતરરાષ્ટ્ર્રીય લાઇટો પર રોક લગાવી દીધી છે અને સ્થાનિક લોકો માટે યાત્રાઓ કરવા પર પણ પ્રતિબધં લગાવી દીધો છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોનાં મૃત્યુ થયા છે અને ૬,૦૦૦ લોકો ને ચેપ લાગી ગયો છે અને કુલ ૯૨ લોકોએ જાન ગુમાવી છે. પાકિસ્તાનમાં કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને આ આંકડો ૧૪૦૦ પર પહોંચી ગયો છે. પાકિસ્તાને પણ સેંકડો કેદીઓને છોડવાનો નિર્ણય લીધો છે. અહીં કુલ ૧૧ લોકોના મોત થઇ ચુકયા છે.

આમ વિશ્વના તમામ દેશોની હાલત બગડી રહી છે અને મોતની સંખ્યા માં ભારે વધારો થઈ રહ્યો છે એ જ રીતે વધુને વધુ લોકો વિશ્વમાં કોરોના વાઇરસના ચેપ માં ફસાઈ ગયા છે. આ આંકડા હજુ કયાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. ઈટાલીમાં એક જ દિવસમાં એક હજાર દર્દીના મૃત્યુ થયા છે અને વિશ્વના કોઈપણ દેશમાં એક દિવસના મોતનો આ સૌથી મોટો આંકડો રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati