જામનગર : રિલાયન્સના ગરબામાં રશ્મિકાએ રાખ્યો રંગ : ખેલૈયાઓને લગાડયું ઘેલું
જામનગર નજીક આવેલા રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ આ વર્ષે જાણે સિતારાઓનો મહાકુંભ બની રહ્યો છે. નવરાત્રીના પ્રથમ નોરતાથી જ અહીં ભક્તિ, શક્તિ, સંગીત અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. એક તરફ માતાજીની આરાધના અને ગરબાની રમઝટ તો બીજી તરફ બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટ જગતની નામી હસ્તીઓની હાજરીએ રિલાયન્સના નવરાત્રી મહોત્સવને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યો છે.
દેશભરના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવોના આગમન વચ્ચે ગતરાત્રે સાઉથની સુપરસ્ટાર જાણીતી રશ્મિકા મંદાનાના ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સે સમગ્ર મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
જામનગરના આંગણે યોજાઈ રહેલા રિલાયન્સ ગ્રીન્સના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતાથી નવમા નોરતા સુધી વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓનું આગમન થઈ રહ્યું છે. આ મહોત્સવ માત્ર પરંપરાગત ગરબા પૂરતો સીમિત ન રહેતાં ગ્લેમર, ભવ્યતા અને સાંસ્કૃતિક ઉજવણીનો અદ્ભુત સમન્વય બની રહ્યો છે. બોલિવૂડના સુપરસ્ટારથી લઈને સાઉથના લોકપ્રિય કલાકારો અને ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજો સુધીની હસ્તીઓની ઉપસ્થિતિએ જામનગરને જાણે મનોરંજન જગતનું કેન્દ્ર બનાવી દીધું છે.
આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં બોલિવૂડ અભિનેતા વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય કુમાર, વિકી કૌશલ, ટાઇગર શ્રોફ, અભિનેત્રી ક્રીતી સેનન, મૌની રોય અને મલાઈકા અરોરા સહિતના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, જાણીતા ફિલ્મ ડિરેક્ટર એટલી અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી સહિતની હસ્તીઓ પણ રિલાયન્સના નવરાત્રી મહોત્સવમાં જોડાઈ હતી. એક પછી એક સેલિબ્રિટીઓના આગમનને કારણે સમગ્ર મહોત્સવ સતત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
રિલાયન્સના આ ભવ્ય આયોજનમાં અંબાણી પરિવારની ઉપસ્થિતિ પણ વિશેષ આકર્ષણ બની રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિતના પરિવારજનોએ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવો પ્રત્યે અંબાણી પરિવારનો લગાવ આ આયોજનમાં પણ જોવા મળી રહ્યો છે.
દરમિયાન ગતરોજ જામનગર એરપોર્ટ ખાતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી અને લાખો ચાહકોના દિલ પર રાજ કરતી રશ્મિકા મંદાનાનું આગમન થયું હતું. રશ્મિકાના જામનગર આગમન સાથે જ તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પોતાની સુંદરતા, અભિનય અને મનમોહક સ્મિતથી દેશભરમાં આગવી ઓળખ ઊભી કરનાર રશ્મિકા રિલાયન્સ ગ્રીન્સના નવરાત્રી મહોત્સવમાં પર્ફોર્મન્સ આપવા પહોંચી હતી.
ગતરાત્રે રિલાયન્સ ગ્રીન્સ ખાતે રશ્મિકા મંદાનાએ સ્ટેજ પર એન્ટ્રી કરતાં જ મહોત્સવનો માહોલ વધુ રંગીન બની ગયો હતો. રંગબેરંગી પરંપરાગત ચણિયાચોળી, આકર્ષક આભૂષણો અને મનમોહક અંદાજમાં સજ્જ રશ્મિકાએ પોતાના જોરદાર ડાન્સ પર્ફોર્મન્સથી ઉપસ્થિત લોકોનાં દિલ જીતી લીધાં હતાં. સંગીતના તાલે તેના એક પછી એક ડાન્સ સ્ટેપ્સ અને ચહેરા પરના મનમોહક હાવભાવે કાર્યક્રમમાં અનોખો ઉત્સાહ ભરી દીધો હતો.
ઝળહળતી લાઇટો, ભવ્ય સ્ટેજ, સંગીતના ધબકારા અને બેકગ્રાઉન્ડ ડાન્સરો સાથે રશ્મિકાની શાનદાર જુગલબંધીએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. તેના પર્ફોર્મન્સ દરમિયાન ખેલૈયાઓ પણ સંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા. રશ્મિકાએ પોતાના ચિરપરિચિત અંદાજ અને ઊર્જાસભર ડાન્સથી નવરાત્રીના આ મહોત્સવને યાદગાર બનાવી દીધો હતો. સ્ટેજ પર તેની દરેક અદા અને ડાન્સ મૂવ્સે ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ખાસ કરીને રશ્મિકાના પર્ફોર્મન્સ દરમિયાન જોવા મળેલો ઉત્સાહ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. રશ્મિકાની એક ઝલક નિહાળવાનો અને તેના ડાન્સને માણવાનો આનંદ ઉપસ્થિત લોકોએ ભરપૂર ઉઠાવ્યો હતો. રશ્મિકાના આ શાનદાર પર્ફોર્મન્સના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવી રહ્યાં છે. રંગબેરંગી ચણિયાચોળીમાં રશ્મિકાનો પરંપરાગત અંદાજ અને તેની ડાન્સિંગ સ્ટાઇલ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર નજીક આવેલા રિલાયન્સ ગ્રીન્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવી રહી છે. માતાજીની ભક્તિ સાથે આધુનિક સંગીત, પરંપરાગત ગરબા અને સેલિબ્રિટીઓના પર્ફોર્મન્સનો સંગમ આ મહોત્સવને આગવી ઓળખ આપી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન એક પછી એક જાણીતી હસ્તીઓની હાજરીથી ઉત્સવની રોનક સતત વધી રહી છે.
આમ, બોલિવૂડના દિગ્ગજ કલાકારો, સાઉથના સુપરસ્ટાર, ક્રિકેટ જગતની હસ્તીઓ અને અંબાણી પરિવારની ઉપસ્થિતિ વચ્ચે જામનગરનું રિલાયન્સ ગ્રીન્સ નવરાત્રી મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં પણ ગતરાત્રે રશ્મિકા મંદાનાના ધમાકેદાર પર્ફોર્મન્સે ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમવા મજબૂર કરી દીધા હતા. રશ્મિકાના ડાન્સ, સંગીતની રમઝટ અને ઉત્સાહભર્યા માહોલે આ વર્ષની નવરાત્રીની ઉજવણીમાં વધુ એક યાદગાર પ્રકરણ ઉમેર્યું હતું.
જામનગર નજીક આવેલા રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ આ વર્ષે જાણે સિતારાઓનો મહાકુંભ બની રહ્યો છે. નવરાત્રીના પ્રથમ નોરતાથી જ અહીં ભક્તિ, શક્તિ, સંગીત અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. એક તરફ માતાજીની આરાધના અને ગરબાની રમઝટ તો બીજી તરફ બોલિવૂડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટ જગતની નામી હસ્તીઓની હાજરીએ રિલાયન્સના નવરાત્રી મહોત્સવને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યો છે. દેશભરના દિગ્ગજ કલાકારો અને મહાનુભાવોના આગમન વચ્ચે ગતરાત્રે સાઉથની સુપરસ્ટાર જાણીતી રશ્મિકા મંદાનાના ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સે સમગ્ર મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

