જામનગર: સાધના કોલોનીમાં સમજાવવા ગયેલા યુવાન પર છરીબાજી
એક શખ્સે હુમલો કર્યો, અન્ય ત્રણે ઢીકા-પાટુનો માર માર્યો
જામનગર સાધના કોલોની જલારામ ચોકમાં ગઇકાલે મોડી સાંજે એક યુવાન પર છરી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના હર્ષદમીલની ચાલી રોડ પ્રણામી ટાઉનશીપ-૩ ખાતે રહેતા મજુરી કરતા રાજભા જબ્બરસિંહ રાઠોડ (ઉ.વ.૨૧) ના મિત્ર કૃણાલ મદનલાલ કોકડેને આરોપી રામજી સાથે ઝઘડો ચાલતો હોય અને ફરીયાદી રાજભા તેને સમજાવવા જતા ગઇકાલે સાધના કોલોની જલારામ ચોક પાસે આરોપીએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી છરી વડે હુમલો કરીને ફરીયાદીને કાંડા અને બગલના ભાગે ઇજા પહોચાડી હતી અને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી.
રાજભા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જલારામ ચોક ખાતે રહેતા રામજી બીગુ શાહ અને ૩ અજાણ્યા ઇસમ વિરુઘ્ધ બીએનએસ કલમ અને જીપીએકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.