Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર: સિક્કા ખાતે મદરેસામાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

જામનગર: સિક્કા ખાતે મદરેસામાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

આજકાલ 1 week ago

જામનગર: સિક્કા ખાતે મદરેસામાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

જામનગર પોલીસ દ્વારા સાયબર ગુનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી સિક્કા સ્થિત જામીયા ફૈઝાને મુસ્તફા મદરેસામાં સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.


રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તા.

4 ઓગસ્ટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પો. ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.

સેમિનારમાં વિદ્યાર્થીઓને વિશિંગ કોલ, ફિશિંગ કોલ, ફેક શોપિંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સહિતના વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સાયબર સુરક્ષા અંગેના 200 પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

​​​​​​​કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું અને ઓનલાઈન સુરક્ષા માટે કઈ સાવચેતીઓ રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું.

જામનગર: સિક્કા ખાતે મદરેસામાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તા. 4 ઓગસ્ટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પો. ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati