Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં દબાણકર્તાઓ બેફામ, મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો

જામનગરમાં દબાણકર્તાઓ બેફામ, મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો

આજકાલ 12 hrs ago
↵

જામનગરમાં દબાણકર્તાઓ બેફામ, મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો

જામનગરમાં દબાણકર્તાઓ બેફામ બન્યા છે. કારણ કે, શહેરના બર્ધનચોક વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો કરવામાં આવ્યો છે. જેનો વીડીયો સોશ્યિલ મીડીયામાં વાયરલ થયો છે. આ બનાવ અંગે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.

જામનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન નડે અને રસ્તાઓ પર ભીડ ન થાય તે હેતુથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે બર્ધન ચોક વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ સાથે કેટલાક શખ્સોએ ઝઘડો કરી દાદાગીરીની પરાકાષ્ઠા સર્જી હતી. આ દરમિયાન એસ્ટેટ શાખાના આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને જાહેર રસ્તા પર પાડી દઈ બેફામ માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. જાહેરમાં કર્મચારી પર થયેલા આ હુમલાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે. મનપાના ફરજ પરના કર્મચારીને જાહેરમાં માર મારવાની ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

ઘટનાને પગલે ભોગ બનનાર કિશન ગોહેલને સાથે રાખીને એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવી સહિતના કર્મચારીઓ સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ, પોલીસ દ્વારા વાઇરલ થયેલા વીડિયો સહિતની વિગતોના આધારે ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે.મનપાની જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ફરજ બજાવતા કર્મચારી પર થયેલા આ હુમલાને ગંભીરતાથી લઈ દાદાગીરી કરનાર તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

જામનગરમાં દબાણકર્તાઓ બેફામ, મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો

જામનગરમાં દબાણકર્તાઓ બેફામ બન્યા છે. કારણ કે, શહેરના બર્ધનચોક વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન મનપાના કર્મચારી પર સરાજાહેર હુમલો કરવામાં આવ્યો છે. જેનો વીડીયો સોશ્યિલ મીડીયામાં વાયરલ થયો છે. આ બનાવ અંગે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati