Dailyhunt
જામનગરમાં રામદૂત હનુમાનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી

આજકાલ 3 weeks ago

જામનગરમાં રામદૂત હનુમાનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી

છોટી કાશી જામનગરમાં મારૂતિનંદનના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી થઈ હતી.શહેરમાં અનેક ઐતિહાસિક હનુમાનજી મંદિરો આવેલા છે તમામ મંદિરોમાં રામદૂતના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.બાલા હનુમાનજી મંદિરે મહાઆરતીમાં નવનિયુક્ત જિલ્લા સમાહર્તા પરિમલ પંડયા સજોડે જોડાયા હતા.દાંડીયા હનુમાનજી મંદિર, સૂર્યમુખી હનુમાનજી મંદિર ફુલીયા હનુમાનજી મંદિર,ચોબરીયા હનુમાનજી મંદિર,ચૈતન્ય હનુમાનજી મંદિર, લીંબડીયા હનુમાનજી મંદિર, કરોડપતિ હનુમાનજી મંદિર, પુરાતન હનુમાનજી મંદિર, પીપળીયા હનુમાનજી મંદિર, પંચમુખી મંદિર, રોકડીયા હનુમાન મંદિર, હઠીલા હનુમાનજી મંદિર, રામદૂત હનુમાનજી મંદિર, વિર વિજય હનુમાનજી મંદિર, પાતાળીયા હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં અન્નકૂટ, ધ્વજારોહણ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા પાઠ, મહાપ્રસાદ,બટુક ભોજન સહિતના કાર્યક્રમો મોડીરાત સુધી યોજાયા હતા જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati