જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ પરથી પૂર્વ બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્રારા એક કાર રોકી તેની તલાશી લેતા કારમાંથી એક ચોરખાનું મળી આવ્યું હતું જેમાં અંગ્રેજી દાના નગં ૧૧૫ કિંમત પિયા ૪,૨૯,૫૨૦ સહિત કુલ ૮,૮૬,૯૨૦ પિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમી મળેલ કે વડીયા બાજુથી એક ટાટા હેકશા કાર નંબર જીજે-૦૫આરડી-૧૯૮૭માં અંગ્રેજી દા જેતપુર તરફ આવી રહ્યો છે.
જેથી એલસીબી દ્રારા શહેરના ચાંપરાજપુર રોડ પર પાંજરાપોળ પાસે વોચ રાખીને બેઠા હતાં. ત્યાં બાતમી વાળી કાર નજરે પડતા રોડ પર કારને થોભાવી કોર્ડન કરી રોડની સાઈડમાં લઈ લીધેલ. અને કારની તલાશી લેતા તેમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા ૧૧૫ નગં અંગ્રેજી દાની બોટલ કિંમત પિયા ૪,૨૯,૫૨૦ની કિંમતનો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર જયેશ રવજીભાઈ ઠુંમર (રહે. પ્રમુખ છાયા સોસાયટી યોગી ચોક, સુરત) અને હિતેશ ખોડાલાલ પટેલ (રહે. કાપોદરા, સ્વામિનારાયણ ગ્રીન સીટી સુરતવાળા)ની અટકાયત કરી હતી. યારે બંનેની પૂછપરછમાં દા મંગાવનાર જેતપુરના સાગર વિનુભાઈ વૈષ્ણવનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી

