Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેતપુરમાં સરનામું પૂછવા બાબતે શખસે વકીલને ઓફિસમાંથી બહાર ઢસડીને માર માર્યેા

જેતપુરમાં સરનામું પૂછવા બાબતે શખસે વકીલને ઓફિસમાંથી બહાર ઢસડીને માર માર્યેા

આજકાલ 1 week ago

તું મને ઓળખે છે હત્પં કોણ છું તેમ કહી શખસે ઓફિસમાં તોડફોડ કરવાના ઈરાદે દરવાજાને ધક્કો મારી વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ

જેતપુર શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી વકીલની ઓફિસમાં ઘૂસીને એક શખ્સે આતકં મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અન્ય એક વકીલની ઓફિસનું સરનામું પૂછવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ઓફિસમાં તોડફોડ કરવાના ઈરાદે દરવાજાને જોરથી ધક્કો માર્યેા હતો અને વકીલને જાહેરમાં બિભત્સ ગાળો આપી, ઢોરમાર મારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આ હત્પમલાને પગલે સ્થાનિક વકીલ મંડળમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભોગ બનનાર વકીલે આ અંગે જેતપુર સિટી પોલીસ મથકે પેઢલા ગામના શખ્સ વિદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જેતપુરના નવા દરવાજા પાસે વડલી ચોકમાં રહેતા અને જેતપુર કોર્ટમાં સિવિલ તેમજ ફોજદારી વકીલાત કરતા વિક્રમભાઈ મહેશભાઈ પુંજાભાઈ પારધી (ઉ.વ.૩૧) સોમવારે સવારે પોણા દશેક વાગ્યે તીનબત્તી ચોક, જી.ઈ.બી. ઓફિસ વાળી ગલીમાં આવેલી પોતાની ઓફિસે હાજર હતા. ત્યારે પેઢલા ગામનો ભરતભાઈ જયંતભાઈ ભટ્ટ નામનો શખ્સ બ્લેક કલરના એકિટવા (નંબર જીજે-૦૩-પીઈ-૪૫૮૨) પર ત્યાં આવ્યો હતો. ભરત ભટ્ટે ઓફિસમાં ઘૂસીને દાનભાઈ વકીલની ઓફિસ કયાં છે? તેમ પૂછતાં વિક્રમભાઈએ બાજુમાં હોવાનું જણાવ્યું હતું. થોડીવાર પછી આ શખ્સ ગારાવાળા ચપ્પલ પહેરી ફરીથી ઓફિસનો દરવાજો જોરથી ધક્કો મારી અંદર ધસી આવ્યો હતો અને ફરી એ જ સવાલ પૂછયો હતો. વકીલે મેં તમને હમણાં જ તો કીધું તેમ કહેતા જ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને ઓળખે છે હત્પં કોણ છું? તેમ કહી ઝપાઝપી કરી વકીલનું ટી-શર્ટ ખેંચી તેમને ઓફિસની બહાર ઢસડી ગયો હતો.
આરોપી ભરત ભટ્ટે વકીલ વિક્રમભાઈને રસ્તા પર લાવીને જાહેરમાં બિભત્સ ગાળો ભાંડવાનું અને માર મારવાનું શ રાખ્યું હતું. આ સમયે સામે જ ઓફિસ ધરાવતા અન્ય એક વકીલ હાર્દિકભાઈ કડવાભાઈ ગોંડલીયા દોડીને વચ્ચે પડા હતા અને વિક્રમભાઈને વધુ મારથી બચાવી લીધા હતા. આસપાસના લોકો એકત્ર થઈ જતાં આરોપી ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો એકિટવા પર ફરાર થઈ ગયો હતો.
જેતપુર સીટી પોલીસે વકીલની ફરિયાદના આધારે આરોપી ભરત જયંતભાઈ ભટ્ટ (રહે. પેઢલા) સામે બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨) અને ૨૯૬(બી) મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ગીરીરાજ અશોકભાઈ વાઘેલાએ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati