Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેતપુરના ભોજાધારમાંથી બુટલેગરના ઘરમાંથી ૯૫ બોટલ દારૂનો જથ્થો મળ્યો

જેતપુરના ભોજાધારમાંથી બુટલેગરના ઘરમાંથી ૯૫ બોટલ દારૂનો જથ્થો મળ્યો

આજકાલ 3 weeks ago

જેતપુરના ભોજાધારમાંથી ઘરમાં દા રાખી વેંચાણ કરનાર બુટલેગરને પકડી ૯૫ બોટલ દા ઝડપી લીધો હતો. યારે જસદણના કોઠી ગામેથી ૨૦૮ બોટલ અને બિયરના ૧૬ ટીન અને રબારીકા ગામની સીમમાંથી દાની ૧૦૧ બોટલ અને બિયર મળી આવ્યું હતું.દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રલ એલસીબી હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ મણવર, મનીષભાઈ વ, મનદીપસિંહ અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જેતપુર ભોજાધાર વિસ્તારમાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો અશોક મકવાણા પોતાના મકાનમાં વિદેશી દા રાખી વેચાણ કરે છે તે બાતમીના આધારે દરોડો પાડી ત્યાં હાજર એક શખસને અટકમાં લઈ તેનું નામ પુછતા પોતાનું નામ ધર્મેશ ઉર્ફે ધમો અશોક મકવાણા (ઉ.વ.૨૬, રહે.ભોજાધાર, ગરબી ચોક, જેતપુર) હોવાનું જણાવેલ હતું.

તેના મકાનની ઓરડીમાં પ્લાસ્ટીકના ઝબલામાં છુટક અલગ-અલગ બ્રાન્ડની દાની બોટલો મળી આવેતા કુલ ૯૫ બોટલ દા .૧૭,૪૫૦ અને મોબાઈલ મળી કુલ .૨૭૫૪૦ નો મુદામાલ સાથે તે શખ્સની અટકાયત કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને દા બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે, આ દાનો જથ્થો તેને પ્રદીપ હકા ભડેલીયા (રહે-રબારીકા, સમાપીરના મંદીર પાસે,જેતપુર) પાસેથી વેચાણ અર્થે મંગાવેલ હોવાની કબૂલાત આપતાં તેની શોધખોળ શ કરી છે.
દાના બીજા દરોડામાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે જસદણના કોઠી ગામે રહેતા જયદીપ ભુપત ખાચરના મકાનમાં દાનો જથ્થો ઉતારેલ હોવાની મળેલ બાતમીના આધારે ટીમે દરોડો પાડી જયદીપ ખાચરના મકાનમાંથી વિદેશી દાની ૨૦૮ બોટલ અને બિયરના ૧૬ ટીન કબ્જે કરી કુલ . ૨૨,૩૧૨ નો મુદામાલ જ કર્યેા હતો. યારે મકાન માલિક જયદીપ ભુપત ખાચર મળી ન આવતા તેમની શોધખોળ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં જેતપુર ઉધોગનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને મળેલ ચોક્કસ બાતમીના આધારે રબારીકા ગામની સીમમાં પ્રેમગઢ કેરાડી તરફ જતા રોડ નજીકથી રબારીકા ગામના પ્રદીપ હકા ભડેલિયા નામના શખ્સે ઉતારેલ વિદેશી દાની ૧૦૧ બોટલ અને બિયરના ૭ ટીન મળી આવતાં કુલ કુલ ૧૧૨૦૦ નો દા બિયર કબ્જે કરી નાસી છુટેલ બુટલેગર પ્રદિપ ભડેલીયાની શોધખોળ શ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati