જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટીઆર-3બી, રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે, એમ જીએસટી નેટવર્ક એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રકાશ કુમારે જણાવ્યું હતું.
કરદાતાઓને જીએસટીઆર-3બીના ફોર્મ પહેલાથી ભરાયેલા મળે તેની અમે વ્યવસ્થા કરી રહ્યા છે જેથી તેઓ સરળતાથી ટેક્સ ભરી શકે. આ ફોર્મમાં ટુ એડિટ ધ ફોર્મનું ઓપ્શન હશે જેમાં કોઇ પણ ઉદ્યોગને ભૂતકાળના વ્યવહારનું એડજસ્ટમેન્ટ કરવાની પરવાનગી આપવામાં આવશે, એમ કુમારે જણાવ્યું હતું.
ઇન્ડાઇરેક્ટ ટેક્સની કરોડરજ્જુ ગણાતા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ને હેન્ડલ કરનાર જીએસટીએન એ પહેલાથી કરદાતાઓના સેલ્સ રિટર્ન જીએસટીઆર-1 પર આધારિત વેરા જવાબદારીઓના આંકડા પૂરા પાડવાનું શરૂ કર્યું હતું જેનો ઉપયોગ હવે ટેક્સ પેમેન્ટ ફોર્મ જીએસટીઆર-3બીના પીડીએફ ફોર્મમાં કરાશે.

