Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જૂનાગઢ જિલ્લામાં એકથી પોણા તેર ઈંચથી અનેક ગામો એક બીજાથી સંપર્ક વિહોણા

જૂનાગઢ જિલ્લામાં એકથી પોણા તેર ઈંચથી અનેક ગામો એક બીજાથી સંપર્ક વિહોણા

આજકાલ 2 weeks ago

ઈકાલે સવારે ૬થી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં જિલ્લ ામાં સૌથી વધુ માંગરોળમાં પોણા તેર, કેશોદમાં સાડા અગિયાર, માળીયાહાટીના અને માણાવદરમાં સાડા નવ ઈંચ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક માર્ગેા ડાયવર્ટ કરાયા છે. કેશોદના ટીટોડી ગામે વાડી વિસ્તારમાં પુરના કારણે દંપતી ફસાઈ જતા તત્રં દ્રારા બોટ દ્રારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં માણાવદર અને માળીયાહાટીનામાં પણ નવ ઈંચ વરસાદ વરસ્તા ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જળાશયમાં નવા નીરની આવક થઈ છે. તત્રં દ્રારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લામાં એક થી સાડા તેર ઈંચ વરસાદથી ખરીફ પાકને જીવતદાન
મળ્યું છે.
જિલ્લામાં પડેલા વરસાદમાં મેંદરડા અને જૂનાગઢ શહેરમાં અઢી ઈંચ, ગિરનાર પર્વત પર ત્રણ ઈંચ, વંથલીમાં ચાર, વિસાવદરમાં સાડા ચાર, માણાવદર અને માળીયાહાટીના સાડા નવ ઈંચ, માંગરોળ અને કેશોદમાં સાડા અગિયાર ઈંચ વરસાદે સર્વત્ર જળ બંબોળ કરી દીધું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati