Dailyhunt
જૂનાગઢ જિલ્લામાં પશુપાલનની વિવિધ સહાય યોજના માટે આઈ પોર્ટલ પર નોંધણી

જૂનાગઢ જિલ્લામાં પશુપાલનની વિવિધ સહાય યોજના માટે આઈ પોર્ટલ પર નોંધણી

આજકાલ 1 week ago

જૂનાગઢ જિલ્લામાં પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓમા નોંધણી માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શ કરાયું છે.જૂનાગઢ જિલ્લાના ખેડુતોને નોંધણી કરાવવા પશુપાલન અધીકારીએ અનુરોધ કર્યેા છે. સરકાર દ્રારા પશુપાલકો માટે વિવિધ યોજનાઓના માધ્યમથી સહાય આપે છે. જૂનાગઢ જિલ્લાના પશુપાલકો યોજનાનો લાભ લઈ શકે તે માટે તા.૧મેથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેમા અનુસુચિત જાતિના ખેડૂત, પશુપાલકોને ચાફકટર(ઓપરેટેડ બાય એન્જિન-ઇલેકિટ્રક મોટર, પાવર ટીલર, ટ્રેકટર)ની ખરીદી પર અનુસુચિત જન જાતિના ખેડૂત-પશુપાલકોને ચાફકટર(ઓપરેટેડ બાય એન્જિન,ઇલેકિટ્રક મોટર,પાવર ટીલર,ટ્રેકટર)ની ખરીદી, સામાન્ય જાતિના ખેડૂત, પશુપાલકોને ચાફકટર (ઓપરેટેડ બાય એન્જિન ઇલેકિટ્રક મોટર,પાવર ટીલર,ટ્રેકટર)ની ખરીદી ,અનુસુચિત જનજાતિના પશુપાલકો માટે કેટલ શેડ સહાય યોજનાનો આ વર્ષથી શ કરવામાં આવી છે.

સ્વરોજગારી હેતુસર ૨૫થી ૫૦ દુધાળા પશુઓ (ગીર કાંકરેજ ગાય)નાં ડેરી ફાર્મની સ્થાપના માટે, વિધવા બહેનો માટે પશુપાલન સહાયકારી યોજના, હળપતિ સમાજના કુટુંબ તેમજ એફઆરએ પટ્ટા ધરાવતા આદિવાસી કુટુંબ માટે દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના,અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે દૂધઘર બનાવવા,અનુસુચિત જન જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે દૂધઘર બનાવવા ,અનુસુચિત જન જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે ગોડાઉન બનાવવા, અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે ગોડાઉન બનાવવા સહિતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માગતા પશુપાલકોને આઇ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવા પશુપાલન અધિકારી પાનેરાએ અનુરોધ કર્યેા છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati