Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાળાસર  સહકારી મંડળીની ચૂંટણીમાં તાગડિયા ના ઇશારે ફોર્મ રદ

કાળાસર સહકારી મંડળીની ચૂંટણીમાં તાગડિયા ના ઇશારે ફોર્મ રદ

આજકાલ 2 weeks ago
સદણ તાલુકાના કાળાસર ગામે આવેલી કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી માં 13 ફોર્મ રદ કરવા મામલે આરડીસી બેંકના ડિરેક્ટર અરવિંદ તાગડિયા અને જોનલ મેનેજર હર્ષદ કાકડીયા ના ઇશારૅ 13 ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે અંગે બોર્ડ ઓફ નોમીની કોર્ટ દ્વારા જવાબદારોને સમન્સ પાઠવી શકોઝ જ નોટિસ ફટકારવામાં આવી છે અને તારીખ 31 સુધીમાં જરૂરી આધાર પુરાવા કાગળો સાથે હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે આ તકે ચૂંટણી પ સ્થગિત કરવામાં આવી છે તેમજ ચૂંટણી અધિકારી સુરેશ ઝાપડિયા ઍ રાજીનામું કરી દીધું છે

જસદણ પંથકના સહકારી આગેવાનૅ અરવિંદ તાગડિયાઍ ભૂંડી ભૂમિકા ભજવીને એક તરફી નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એક પેનલના તમામ ફોર્મ માન્ય જ્યારે બીજી પેનલના ચકાસણીની જાણ કર્યા વગર જ રદ કરી દેવા હતા આ સમયે ભારે હોબાળો મચી જવા પામ્યો હતૉ સહકારી મંડળીની ચૂંટણી 25 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે અને ત્યારે જ સમગ્ર પ્રક્રિયા વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે.

મંડળીની 16 બેઠક માટે કાળુભાઈ તલાવડિયા અને સંજયભાઈ હરખાણીની પેનલ વચ્ચે સીધો મુકાબલો નક્કી થયો હતો અને કુલ 37 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જો કે, ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ સંજયભાઈ હરખાણીની પેનલના 16 માંથી 13 ઉમેદવારોના ફોર્મ અચાનક રદ કરી દેવાતા સ્થાનિક સહકારી રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો હતૉ બીજી તરફ, સામા પક્ષે કાળુભાઈ તલાવડિયાની પેનલના તમામ 16 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવતા પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અરવિંદ તાગડિયા અને હર્ષદ કાકડીયા ના ઈશારે
મંડળીની કચેરી બંધ હોવા છતાં ફોર્મમાં ખાનગી રાહે ચકાસણી થયાનો વિરોધ પક્ષના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો હતો
મંડળીની કચેરી બંધ હોવા છતાં ઉમેદવારોની ગેરહાજરીમાં ખાનગી રાહે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે પણ ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણીને એકતરફી રીતે બિનહરીફ કરવાનો તખ્તો ઘડાયો હોવાના આક્ષેપો થયૉ હતૉ અરવિંદ તાગડીયા ના દબાણ હેઠળ આખી કાર્યવાહી ચાલી રહી હોવાનો દાવો કરીને ઉમેદવારોએ 13 ફોર્મ કયા નિયમો હેઠળ રદ કરવામાં આવ્યા તેનો લેખિત ખુલાસો જાહેર કરવાની માંગ ઉઠાવી હતી હાલ તો બોર્ડ ઓફ ડિરેક્ટર નોમિની કોર્ટ દ્વારા જવાબદારોને સમન્સ પાઠવી અને શોકૉઝ નોટિસ ફટ કરવામાં આવી છે તારીખ 31 ના હાજર રહેવા ફરમાવ્યું છે હાલ આ ચૂંટણી સ્થગિત કરી દેવાય છે આ ઉપરાંત ચૂંટણી અધિકારીએ પણ તાબડતોબ રાજેનામું ધરી દેતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે.

Forms cancelled in Kalasar Cooperative Society elections at the behest of Tagadia

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati