Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કાંગશિયાળી પાસે એપ્લાન્ટિસ હાઇટસમાં ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો: નવ શખસો ઝબ્બે

કાંગશિયાળી પાસે એપ્લાન્ટિસ હાઇટસમાં ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડો: નવ શખસો ઝબ્બે

આજકાલ 2 weeks ago

ડવલા પાસે જાહેરમાં જુગાર રમતા છ અને પડધરીના ખોડાપીપર ગામની સીમમાં સરકારી ખરાબામાં જુગાર રમતા આઠ શખસો ઝડપાયા

કાંગશિયાળી પાસે કલ્પવન નજીક એપ્લાન્ટિસ હાઇટ્સમાં ફલેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતાં. જયારે શાપર પોલીસે અન્ય દરોડામાં પડવલામાં જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.

આ ઉપરાંત પડધરી પોલીસે ખોડાપીપર ગામની સીમમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, કાંગશિયાળી ગામની સીમમાં કલ્પવન સોસાયટી પાસે એપ્લાન્ટિસ હાઈટ્સમાં રહેતો ભાર્ગવ રાજેશભાઈ ડેડકિયા પોતાના ફ્લેટમાં જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા જેમાં ફ્લેટધારક ભાર્ગવ ડેડકિયા ઉપરાંત દીપ ગોપાલભાઈ મારડિયા, મયુર કાંતિભાઈ ઘોડાસરા, જયેશ ચંદુભાઈ કાલરીયા, નિકુંજ ચીમનભાઈ ટાંક, ધવલ કાંતિભાઈ દેલવાડીયા, કિશન મનસુખભાઈ બુટાણી, ચિરાગ દિનેશભાઈ પરમાર અને ભાવિન વિનુભાઈ આંબલીયાળાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૨૩,૭૬૦ તથા મોબાઇલ સહિત રૂ. 38,760 નો મુદ્દામાલ કબજે કર્યો હતો

શાપર પોલીસે અન્ય એક દરોડામાં પારડી પડવલા રોડ પર વેલનાથ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોમાં રોહિત વાલજીભાઈ રાઠોડ, સુજલ વજુભાઈ વેગડા, અનિલ પ્રેમજીભાઈ ભાસ્કર, ભૌતિક નરસિંહભાઈ પરમાર, રાજેશ દેવજીભાઈ ભાસ્કર અને મિલન જીતેન્દ્રભાઈ બાબરીયાનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 15 390 અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 40,390 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરીમાં પીએસઆઇ વી.જી. જેઠવા, એએસઆઈ ડી.આર. સરવૈયા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ખાટરીયા, પ્રતિપાલસિંહ રાણા, કોન્સ્ટેબલ મનસુખભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ શામળા સાથે રહ્યા હતા.

જુગારના અન્ય દરોડામાં પડધરી પોલીસ મથકના સ્ટાફે ખોડાપીપર ગામની સીમમાં ભીમતા માતાના મંદિરની પાસે સરકારી ખરાબ આમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ નાથાભાઈ પીપળીયા, દિનેશ વરજાંગભાઈ હરણ, અનિલ અમરશીભાઈ પીપળીયા, વિપુલ મોહનભાઈ ઘરસોંદીયા, રવિ દિનેશભાઈ નસીત, નરેન્દ્ર ઉર્ફે બિલ્લુ મગનભાઈ શિંગાળા, નવનીત પ્રેમજીભાઈ પીપળીયા અને પ્રવીણ ભીખાભાઈ ચભાડીયા સહિત આઠ શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂપિયા 36,200 કબજે કર્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati