Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખંભાળિયા ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

ખંભાળિયા ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

આજકાલ 1 week ago

ખંભાળિયા ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

ખંભાળિયામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણીરૂપે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ ની વિવિધ જોગવાઇઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી નાઝીરભાઈ મુન્દ્રા દ્વારા મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ મહિલા હેલ્પલાઇન-૧૮૧, સાયબર સુરક્ષા અને સેલ્ફ ડિફેન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

​​​​​​​આ કાર્યક્રમમાં શાળા/કોલેજના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પ લાઇન તેમજ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ ની વિવિધ જોગવાઇઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી નાઝીરભાઈ મુન્દ્રા દ્વારા મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ મહિલા હેલ્પલાઇન-૧૮૧, સાયબર સુરક્ષા અને સેલ્ફ ડિફેન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati