Saturday, 09 May, 10.32 am આજકાલ

હોમ
ખેડૂતોને પડ્યા પર પાટું ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં હવે તીડનું આક્રમણ

કોરોના સંક્રમણ સમયે ગુજરાતમાં તીડ દેખાતાં ખેડૂતો ચિંતામાં, કૃષિ વિભાગના અધિકારીઓને એલર્ટ કરાયા, તીડના ટોળાંએ એક વર્ષમાં ચોથીવખત ઉડાન ભરી છે

ગુજરાતમાં ફરી એકવાર તીડના ટોળાંએ આક્રમણ શ કયુ છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા તીડને રોકવા માટેના પ્રયાસ વ્યર્થ ગયા છે, કારણ કે અત્યારે સમગ્ર વહીવટી તત્રં કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિના પાલનમાં કાર્યરત છે. તીડના પ્રભાવમાં ઉત્તર ગુજરાત આવ્યું છે.


એક જ વર્ષમાં ચોથી વખત ત્રાટકેલા તીડના ટોળાંએ ખેડૂતોના પાકનો નાશ કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામોના ખેતરો પર તીડ ફરી વળ્યાં છે. પાંચ હેકટર જેટલા પાકનો વિનાશ કર્યેા છે. બનાસકાંઠા કૃષિ વિભાગે તીડને ભગાડવા માટે પ્રયાસો શ કર્યા છે પરંતુ તે પહેલાં ખેડૂતોનો પાક નાશ પામ્યો છે.

આ વખતે આવેલા તીડના ટોળાં નાની સંખ્યામાં છે તેથી વધારે નુકશાન કરે તેમ નથી પરંતુ વહીવટી તંત્રએ તકેદારીના પગલાં પે તૈયારીઓ શ કરી છે. બનાસકાંઠા જિલ્લાનું મીઠાવી ચારણ ગામ આમ તો કોરોના સંક્રમણથી બફરઝોનમાં મૂકવામાં આવેલું છે તેથી લોકોને બહાર નિકળવા પર પ્રતિબધં છે તેમ છતાં ખેડૂતોને થોડી છૂટ આપવામાં આવી છે.

આ તીડના ટોળાં કયાંથી આવ્યા છે તેવા એક પ્રશ્નના જવાબમાં રાયના ખેતીવાડી ખાતાના એક અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાન થી રાજસ્થાન મારફતે ગુજરાતમાં તેઓ આવે છે અને ખેતરમાં નુકશાન કરે છે. જો કે આ વખતે આવેલા તીડની સંખ્યા ઓછી છે તેથી વધુ નુકશાન થાય તેમ નથી છતાં અમારી કૃષિ વિભાગની ટીમો ઉત્તર ગુજરાતમાં તકેદારીના પગલાં લઇ રહી છે.

ભારતમાં આક્રમણ કરતા તીડ રાજસ્થાનના થારના રણમાં અને પાકિસ્તાનના થરપાકારના રણ વિસ્તારમાં રહે છે. રણ વિસ્તારનું તીડ લાંબા અંતર સુધી ઉડી શકે છે અને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે. તીડ એ સમૂહમાં રહેતી ખાઉધરી અને લાંબા અંતર સુધી ઉડનારી જીવાત છે. વિશ્વમાં તીડની કુલ ૧૦ જાતો નોંધાયેલી છે, જે પૈકી ભારતમાં રણતીડ, બોમ્બે તીડ, સ્થળાંતરીત તીડ અને ઝાડની તીડ જેવી ચાર જાતો જોવા મળે છે. જેમાં રણતીડ દ્રારા સૌથી વધુ નુકસાન થાય છે.

તીડનું ટોળું એક દિવસમાં લગભગ ૧૦ હાથી, ૨૫ ઉંટ અને ૨૫૦૦ વ્યકિતઓ જેટલો ખોરાક ખાય છે. તીડ ત્રાટકે છે ત્યાં લીલોછમ વિસ્તાર સૂકો બનાવે છે. ભારતમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના ૮૦,૦૦૦ ચોરસ માઇલ વિસ્તારમાં તીડ ઉછેર પ્રદેશ છે. ગુજરાતમાં એક વર્ષમાં ચાર વખત તીડના આક્રમણ થયાં છે. આ વખતે એવા સમયે આક્રમણ છે કે યારે સરકારનું સમગ્ર વહીવટી તત્રં કોરોના સંક્રમણમાં સંડોવાયેલું છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati
Top