ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસને પગલે આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માગમાં ભારે ઘટાડો નોંધાયો છે જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત ઘટી રહ્યા છે. ઉર્જા નિષ્ણાતોના મતાનુસાર આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળશે. પાછલા એક મહિનામાં પેટ્રોલના ભાવ બે રૂપિયા ઘટી ચૂકયા છે. આગલા બે સાહમાં પેટ્રોલના ભાવમાં ચાર રૂપિયા સુધીનો વધુ ઘટાડો આવી શકે છે.
એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુાએ કહ્યું કે કોરોના વાયરસને પગલે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને ૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. યારે નાયમેકસ પર અમેરિકી લાઈટ ક્રૂડ ઘટીને ૪૮ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ ઘટાડાનો ફાયદો ભારતીય તેલબજારને મળશે.
આગલાં બે સાહમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે

