Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કિમ કાર્દાશિયાંના ગ્લોબલ ફેશન બ્રાન્ડ 'SKIMS' ની ભારતમાં એન્ટ્રી, દિલ્હી-મુંબઈથી થશે શરૂઆત

કિમ કાર્દાશિયાંના ગ્લોબલ ફેશન બ્રાન્ડ 'SKIMS' ની ભારતમાં એન્ટ્રી, દિલ્હી-મુંબઈથી થશે શરૂઆત

આજકાલ 1 week ago

મેરિકન રિયાલિટી સ્ટાર અને મશહૂર બિઝનેસવુમન કિમ કાર્દાશિયાંના પોપ્યુલર શેપવેર અને ફેશન બ્રાન્ડ 'સ્કિમ્સ' (SKIMS) ની ભારતીય બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સ્કિમ્સ બ્રાન્ડે ભારતમાં પોતાના વ્યાપારિક વિસ્તાર માટે મુકેશ અંબાણીની કંપની રિયાલન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.

આ કરાર હેઠળ, બ્રાન્ડ પોતાના પ્રથમ સત્તાવાર એક્સક્લુસિવ સ્ટોર્સ દેશની રાજધાની દિલ્હી અને માયાનગરી મુંબઈમાં ખોલવા જઈ રહી છે.

ત્યારબાદ ધીમે-ધીમે દેશના અન્ય મુખ્ય શહેરોમાં સ્ટોર્સ અને ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવશે. આ વૈશ્વિક ફેશન પાર્ટનરશિપ અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે:

રિન્યુઅલ અને ગ્લોબલ બ્રાન્ડ્સ લાવી રહેલી રિલયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) હવે ભારતમાં સ્કિમ્સ (SKIMS) ના ઓફલાઇન સ્ટોર્સ અને ઓનલાઇન કારોબાર બંનેનું સંચાલન કરશે. આ પ્રથમ વખત બનશે જ્યારે સ્કિમ્સ અધિકૃત રીતે ભારતીય બજારમાં પોતાના ઉત્પાદનો વેચશે.

હાલમાં સ્કિમ્સ દુનિયાના અનેક દેશોમાં પોતાનો કારોબાર ઝડપથી વધારી રહી છે. તાજેતરમાં જ કંપનીએ લંડન અને દુબઈમાં ફ્લેગશિપ સ્ટોર્સ ખોલ્યા છે, જ્યારે ટૂંક સમયમાં હોંગકોંગ અને સિઓલમાં પણ તેની શરૂઆત થવા જઈ રહી છે. આ વૈશ્વિક વિસ્તારમાં ભારતને એક મહત્વપૂર્ણ અને મોટું માર્કેટ ગણવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૧૯ માં થઈ હતી સ્કિમ્સની સ્થાપના
સ્કિમ્સની શરૂઆત વર્ષ ૨૦૧૯ માં કિમ કાર્દાશિયાં અને જેન્સ ગ્રેડે (Jens Grede) એ મળીને કરી હતી. શરૂઆતમાં આ બ્રાન્ડ મહિલાઓના શેપવેર, અંડરગાર્મેન્ટ્સ અને લાઉન્જવેર માટે જાણીતી બની હતી.

ત્યારબાદ કંપનીએ પુરુષોના કપડાં અને NikeSKIMS જેવા સ્પોર્ટ્સ વેર કલેક્શન પણ લોન્ચ કર્યા હતા. કંપનીનો દાવો છે કે તેના કપડાં દરેક પ્રકારના બોડી ટાઇપ, બહેતર ફિટિંગ અને આરામદાયક અનુભવ આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવે છે.

ઈશા અંબાણી અને કિમ કાર્દાશિયાંનું નિવેદન
રિલયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ આ ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "SKIMS એ વિશ્વભરમાં ફેશન અને કમ્ફર્ટની વ્યાખ્યા બદલી નાખી છે. આ બ્રાન્ડ ભારતની નવી પેઢીની પસંદગી સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે, જે ફેશનની સાથે સુવિધા અને આરામ પણ ઈચ્છે છે. રિલયન્સ લાંબા ગાળા સુધી ભારતમાં સ્કિમ્સને એક મજબૂત અને લોકપ્રિય બ્રાન્ડ બનાવશે."

બીજી તરફ, સ્કિમ્સના કો-ફાઉન્ડર અને ચીફ ક્રિએટિવ ઓફિસર કિમ કાર્દાશિયાંએ જણાવ્યું હતું કે, "અધિકૃત લોન્ચિંગ પહેલાંથી જ ભારતીય ગ્રાહકો તરફથી સ્કિમ્સને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. અમારો હેતુ દરેક વ્યક્તિને એવા કપડાં આપવાનો છે, જેને પહેરીને તેઓ આત્મવિશ્વાસ અને આરામ અનુભવી શકે. અમે ભારતીય ગ્રાહકોનું અમારા સ્ટોર્સમાં સ્વાગત કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ."

​​​​​​​છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પ્રીમિયમ અને ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ્સની માંગ ઝડપથી વધી રહી છે. લોકોની આવક વધતાં અને ગ્લોબલ ટ્રેન્ડ્સ પ્રત્યેનો ક્રેઝ વધતાં સ્કિમ્સ ભારતીય બજારમાં મોટો દબદબો બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Aajkaal Gujarati